Pics : રાગિણી એમએમએસ 2ના દિગ્દર્શકનો સેંસર બોર્ડ પર પ્રહાર!
મુંબઈ, 12 માર્ચ : બૉલીવુડમાં સેંસર બોર્ડથી દરેક દિગ્દર્શક હેરાન રહે છે. દિગ્દર્શક જ નહીં, પણ એક્ટર્સ પણ સેંસર બોર્ડ વિશે એમ જ સમજે છે કે તે સમજ્યા-વિચાર્યા વગર માત્ર ફિલ્મોના સીન્સ કાપનાર સંસ્થા છે. ખાસ તો જ્યારે વાત કોઈ હૉરર કે રોમાંટિક જોનરની હો, ત્યારે સેંસર બોર્ડ દ્વારા કરાતા હસ્તક્ષેપ સામે દિગ્દર્શકોને બહુ ખુન્નસ ચડી જાય છે. સામાન્ય રીતે તેમની ફિલ્મના સૌથી સુંદર અને સેક્સી સીન્સ ઉપર દિગ્દર્શકે બહુ મહેનત કરી હોય અને તેને જ કાપી દેવામાં આવે, ત્યારે દિગ્દર્શકો બહુ વધારે ખિજાઈ જાય છે.
હાલમાં એકતા કપૂર નિર્મિત અને સન્ની લિયોન અભિનીત રાગિણી એમએમએસ 2 ફિલ્મ પોતાના હૉરર અને સેક્સ મિશ્રણ માટે ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ ફિલ્મના દિગ્દર્શક ભૂષણ પટેલ સેંસર બોર્ડના વલણ સામે નારાજ છે. ભૂષણ પટેલે તાજેતરમાં જ વનઇન્ડિયા સાથેની એક વાતચીતમાં સેંસર બોર્ડ સામે સવાલો ઊભા કર્યાં અને સાથે જ આશા વ્યક્ત કરી કે આ અંગે સેંસર બોર્ડ જરૂરથી વિચારશે.
ચાલો તસવીરો સાથે જોઇએ ભૂષણ પટેલ સાથે થયેલ વાતચીતના અંશો :

ખોટા નિર્ણયો લે છે સેંસર બોર્ડ
ભૂષણ પટેલનો પ્રશ્ન માત્ર એટલો જ હતો કે આખરે એડલ્ટ ફિલ્મોમાં સીન્સ કેમ કાપવામાં આવે છે? તેમણે જણાવ્યું - સેંસર બોર્ડને કહેવા માટે મારી પાસે કંઈ ખાસ નથી. તે લોકો પોતાનું કામ કરી રહ્યાં છે. જોકે અનેકવખત તેઓ ઘણા બધા ખોટા નિર્ણયો લેતા હોય છે.

એડલ્ટ ફિલ્મમાં કાપકૂપ કેમ?
ભૂષણે કહ્યું - હું એક સવાલ જરૂર સેંસર બોર્ડને પૂછવા માંગીશ કે જ્યારે એક દિગ્દર્શક સેંસર બોર્ડ પાસે માંગણી કરે છે કે તેની ફિલ્મ એડલ્ટ ફિલ્મ છે. તેને એ સર્ટિફિકેટ આપવામાં આવે. જ્યારે એ સર્ટિફિકેટ માંગવામાં આવતો હોય, તો સ્પષ્ટ છે કે તે એડલ્ટ ફિલ્મ છે. પછી તેમાં કાપકૂપ કરવાની ક્યાં જરૂર છે?

સન્ની-સંધ્યાનું લિપલૉક જરૂરિયાત
ભૂષણ પટેલે રાગિણી એમએમએસ 2 ફિલ્મમાં સન્ની લિયોન અને સંધ્યા મૃદુલના લેસ્બિયન લિપલૉક સીન અંગે જણાવ્યું કે આ સીન ફિલ્મની જરૂરિયાત છે.

વાસ્તવિકતા વધુ એડલ્ટ
ભૂષણે જણાવ્યું - હકીકતમાં રીયલ લાઇફમાં જે કંઈ આપણી આજુબાજુ થાય છે, તે તો એટલું વધારે એડલ્ટ છે કે આપણે તેને પડદા ઉપર બતાવી પણ નથી શકતાં.

ખુલ્લેઆમ સેક્સ-કિસ
ભૂષણનું કહેવું છે કે રીયલ લાઇફમાં લોકો ખુલ્લેઆમ સેક્સ કરી રહ્યાં છે, ખુલ્લેઆમ કિસ કરી રહ્યાં છે. ઉપરાંત સમાજમાં જે કંઈ પણ ગંદગી ફેલાઈ છે, તે બધુ એટલુ એડલ્ટ અને ભયાનક છે કે તે પડદા ઉપર બતાવવા લાયક પણ નથી.

ફિલ્મોમાં સામાન્ય સીન્સ
ભૂષણ પટેલે જણાવ્યું - અમે તો માત્ર નૉર્મલ વસ્તુઓ જ ફિલ્મોમાં બતાવી રહ્યાં છે. એક્ટર્સ પણ તે વસ્તુઓ કરે છે, કારણ કે તેમને પણ તેમાં કંઈ પણ ખોટું નથી જણાતું.

સેંસર બોર્ડ સામે નારાજગી
ભૂષણે જણાવ્યું - પરંતુ સેંસર બોર્ડ તેમાં પણ પોતાની કાતર ફેરવી નાંખે છે. તેથી દિગ્દર્શકોને સેંસર બોર્ડ સામે આટલી નારાજગી હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
