અડાલજની વાવ પર રઇઝની જેમ ફરતો રઇસનો શાહરૂખ ખાન
હાલમાં શાહરૂખ ખાન ગુજરાતનો મહેમાન બન્યો છે. શાહરૂખ ખાનની મચઅવેટેડ ફિલ્મ રઇસના શૂટિંગ માટે તે ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. નોંધનીય છે કે આ ફિલ્મમાં સલમાન ખાન મિયાંભાઇ નામના એક જાણીતા બુટલેગરનું પાત્ર ભજવી રહ્યો છે. જે માટે કરીને પહેલા ભુજ અને હવે અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલી અડાલજની વાવ ખાતે તેણે શૂટિંગ કર્યું હતું.
ત્યારે શાહરૂખ ખાનના આ શૂટિંગ બાદ અડાલજની વાવ જોવા આવનાર લોકોની સંખ્યામાં ચોક્કસથી વધારો થશે તે વાત તો પાકી છે. જો કે તે વાત પણ સાચી છે કે શાહરૂખ ખાનની અસહિષ્ણુતા વાળી કમેન્ટ બાદ વી.એચ.પી અને બજરંગ દળ દ્વારા આ ફિલ્મના શૂટિંગને રદ્દ કરવાની અને શાહરૂખ ખાનનો બહિષ્કાર કરવાની પણ વાત થઇ હતી.
જો કે હાલ તો ગુજરાત સરકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતમાં શૂટિંગ કરવાની અને એ દ્વારા તેના પર્યટનને પ્રમોટ કરવાના મૂડમાં છે. અને આજ કારણે શાહરૂખ ખાનને તમામ વિરોધ છતાં પૂરતું પોલિસ પ્રોટેક્શન અને મદદ મળી રહી છે. તો બીજી તરફ શાહરૂખ ખાન પણ તેના ફેન્સ સાથે ફોટો પડાવીને પોતાનું સ્ટાર્ડમ પૂર્ણ પણે એન્જોય કરી રહ્યો છે. ત્યારે શાહરૂખ ખાનના અડાલજ વાવ ખાતેના શૂટિંગની કેટલીક અનસીન તસવીરો જુઓ અહીં...

શાહરૂખ ખાન
અડાલજની વાવ ગુજરાતના ઇતિહાસમાં એક પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે ત્યારે વાવની ઉપરથી શાહરૂખ ખાન સફેદ કુર્તામાં પસાર થતો જોવા મળે છે.

માહિરા
તો આ ફોટોમાં વાવ પરથી આ ફિલ્મની પાકિસ્તાની અભિનેત્રી માહિરા લાલ શૂટમાં જતી જોવા મળે છે.

સિક્યોરીટી
બજરંગદળ અને વી.એચ.પીના કારણે શાહરૂખ ખાનને અહીં સધન સિક્યોરીટી આપવામાં આવી હતી.

ફેન્સ
આ ફોટોમાં માહિરા અને શાહરૂખ બન્ને દેખાઇ રહ્યા છે. શાહરૂખની એક ઝલક મેળવવા માટે લોકો આસપાસની ગ્રીલ પર ઊભેલા જોવા મળે છે.

શાહરૂખ ખાન
નોંધનીય છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક બૂટલેગરનો રોલ કરી રહ્યા છે જે ફિલ્મમાં મિયાંભાઇના નામે પ્રખ્યાત છે.

શૂટિંગ
નોંધનીય છે કે અડાલજની વાવ એક ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે માટે અહીં પુરાતત્વ વિભાગ દ્વારા વાવને કોઇ નુક્શાન ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

માહિરા
અડાલજની વાવમાં શાહરૂખ ખાન અને માહિરાના નિકાહનું સોંગ અને સીન શૂટ કરવામાં આવ્યા હતા.

રઇસનો ગુજ્જુ ટચ
ત્યારે જ્યારે આ ફિલ્મ રઇસ રિલિઝ થશે ત્યારે આ ફિલ્મમાં ગુજરાતની ઝાંખી જરૂરથી જોવા મળશે તે ભલે અડાલજની વાવ હોય કે ભૂજ, કચ્છ.

શાહરૂખ ખાન
જો કે આ ફિલ્મના શૂટિંગ માટે શાહરૂખ ખાન અમદાવાદની જ એક હોટલમાં રોકાયો હતો. પણ ત્યાં પણ તેની કાર પર પથ્થર ફેંકાતા ફરિયાદ નોંધવામાં આવી હતી.

શાહરૂખ ખાન
નોંધનીય છે કે શાહરૂખ ખાનની અસહિષ્ણુતાની ટિપ્પણી બાદ બજદંગ દળે આ શૂટિંગ માટે નારાજગી વ્યક્ત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
