પોતાના જીવનની રેસથી ખુશ છે અનિલ કપૂર
મુંબઈ, 5 જાન્યુઆરી : અનિલ કપૂર બૉલીવુડના તેવા સ્ટાર છે કે જેમને કોઈ પરિચયની જરૂર નથી. ફિલ્મી દુનિયામાં એક અલગ ઓળખ ધરાવનાર અનિલ કપૂર તેવા સિતારાઓમાંના એક છે કે જેમણે પોતાની ઉપર ઉંમરને હાવી થવા દીધી નથી. બૉલીવુડથી લઈ હૉલીવુડ સુધી ભારતીય હિન્દી સિનેમાને નવી ઓળખ આપનાર અનિલ કપૂર હાલ ફિલ્મ રેસ 2 અંગે ચર્ચામાં છે. અનિલે જણાવ્યું કે તેઓ પોતાના 35 વર્ષના કૅરિયરથી ખૂબ ખુશ છે.

અનિલ કપૂરે જણાવ્યું - મને ખબર છે કે અહીં સુધી પહોંચવા માટે મારે કેટલાં પાપડ વણવા પડ્યા છે, પરંતુ આજે હું પોતાના જીવનમાં ખૂબ ખુશ અને સંતુષ્ટ છું. મેં જેટલું કર્યું છે, તેનાંથી અનેકગણું પામ્યું છે. મને બીજા લોકોના જીવન અને ભાગ્ય સામે ક્યારેય ઈર્ષ્યા અનુભવાતી નથી. મને ઉપરવાળાએ બધું જ આપ્યું છે નામ, મિલ્કત, પ્રસિદ્ધિ, કુટુમ્બ. હું ઉપરવાળાનો આભાર વ્યક્ત કરું છું કે તેમની દયા મારી ઉપર કાયમ જળવાઈ રહી છે.
આપને જણાવી દઇએ કે રેસ 2 ફિલ્મ આ જ મહીને રિલીઝ થવાની છે. ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણે, અનિલ કપૂર તથા જૅકલીન ફર્નાન્ડીઝ લીડ રોલમાં છે. ફિલ્મમાં પ્રથમ ભાગમાં પણ અનિલ કપૂર હતાં. ફિલ્મ જોરદાર હિટ રહી હતી.
અનિલ કપૂરે જણાવ્યું કે આ વખતે પણ ફિલ્મમાં તેમનો રોલ ઘણુંકરીને લીકથી જુદો અને રસપ્રદ છે કે જેના અંગે તેઓ વધુ ખુલાસો કરી નથી શકતાં. આશા કરુ છું કે પહેલા ભાગની જેમ બીજો ભાગ પણ લોકોને ખૂબ સારો લાગશે. અનિલે પોતાની ફિલ્મના તમામ સ્ટાર્સની ખૂબ પ્રશંસા કરી અને જણાવ્યું કે સૌએ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. આશા કરું છું કે પબ્લિક સૌની મહેનતનું ફળ ફિલ્મને હિટ કરીને આપશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
