Pics : રાંઝણા ગર્લ સોનમ છે એક નેચરલ એક્ટ્રેસ...
મુંબઈ, 13 જૂન : આજકાલ અનિલ કપૂરની નટખટ દીકરી સોનમ કપૂર પોતાની આવનાર ફિલમ રાંઝણા અંગે ખૂબ ચર્ચામાં છે. ફિલ્મના ગીતોએ વધુ એક વાર લોકોને એ આર રેહમાનનુ ઘેલુ લગાડ્યું છે. સોનમ કપૂર પણ ફિલ્મના દૃશ્યોમાં સારા લાગી રહ્યાં છે.
રાંઝણા ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ છતાય સોનમ કપૂર અંગે લોકોનો એવો જ અભિપ્રાય છે કે તેઓ પોતાના છેલ્લા પાંચ વર્ષના કૅરિયરમાં એક પણ હિટ ફિલ્મ નહિં આપનાર અભિનેત્રી છે. તેથી આ ફિલ્મનું હિટ થવું સોનમ માટે ખૂબ મહત્વનું છે. બનારસની પૃષ્ઠભૂમિ પર બનેલી આ પ્રણય-કથાથી ધનુષ પણ બૉલીવુડ પ્રવેશ કરી રહ્યા છે. ધનુષ રજનીકાંતના જમાઈ છે.
ફિલ્મના પ્રમોશન દરમિયાન સોનમ કપૂરે જણાવ્યું - હું એક નેચરલ અભિનેત્રી છું. હું મેક-અપ ઉપર વધુ ધ્યાન નથી આપતી. તેથી ફિલ્મના ઇમોશનલ સીન્સમાં હું ગ્લિસરીનનો સહારો નથી લેતી. હું પોતાના પાત્રમાં સમાઈ જવાનોપ્રયત્ન કરુ છું કે જેથી ઇનોશનલ સીન્સમાં હું પોતે જ રડુ છું. રાંઝણા ફિલ્મમાં પણ આવું જ થયું છે. જોઇએ રાંઝણામાં સોનમના આંસુ લોકોને પણ ઇમોશનલ કરે છે કે કેમ? 21મી જૂને રિલીઝ થતી ફિલ્મના નિર્માતા અનિલ કપૂર છે, તો દિગ્દર્શક આનંદ એલ રાય છે.
આવો તસવીરો સાથે જાણીએ કેટલીક વધુ વિગતો.

રાંઝણા
સોનમ આજકાલ રાંઝણા ફિલ્મ અંગે ચર્ચામાં છે. તનુ વેડ્સ મનુના દિગ્દર્શક આનંદ એલ રાય દિગ્દર્શિત ફિલ્મના હીરો કોલાવેરી ડી ફૅમ ધનુષ છે.

સુંદર પ્રણય-કથા
રાંઝણાના નિર્માતા અનિલ કપૂર મુજબ રાંઝણા ખૂબ જ સુંદર પ્રણય-કથા છે કે જેને લોકો લાંબા સમય સુધી ભુલાવી નહીં શકે.

અભય દેઓલ પણ
સોનમને લાગે છે કે રાંઝણાથી તેમના કૅરિયરને નવી દિશા મળશે. ફિલ્મમાં અભય દેઓલ પણ છે. ફિલ્મ 21મી જૂને રિલીઝ થશે.

સોનમ-ધનુષ પ્રથમ પસંદગી નહોતાં
રાંઝણા માટે સોનમ-ધનુષ પ્રથમ પસંદગી નહોતાં. લીડ રોલ માટે શાહિદ કપૂર તેમજ સોનાક્ષી સિન્હાની પસંદગી થઈ હતી, પરંતુ કોઇક કારણસર બંનેએ ઇનકાર કરતાં ધનુષ-સોનમે ફિલ્મ સાઇન કરી.

પરફેક્ટ મૅન ધનુષ
સોનમે જણાવ્યું કે રાંઝણાનો રોલ ધનુષ કરતા સારો કોઈ ન કરી શકત. તેઓ જ બેસ્ટ છે આ રોલ માટે. અગાઉ પણ સોનમે કહ્યુ હતું કે તેમનો પરફેક્ટ મૅન ધનુષ જેવો જ હોવો જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
