જુઓ તસવીરો : આ શુક્રવારે પાંચ ફિલ્મો થશે રિલીઝ
મુંબઈ, 20 જૂન : આ શુક્રવારે મોટા પડદે સોનમની સોહામણી પ્રણય-કથા જોવા મળશે, તો અમીષા પટેલની કાતિલ વિલનગિરી પણ લોકો સમક્ષ આવી રહી છે. બીજી પોલીસ-સીબીઆઈ વચ્ચે એનેમી બનવાની કશમકશ જોવા મળશે.
હા જી. અમે વાત કરી રહ્યાં છીએ આ શુક્રવારે રિલીઝ થતી ત્રણ ફિલ્મોની. આ શુક્રવારે મોટા પડદે ત્રણ ફિલ્મો તથા બે હૉલીવુડ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ત્રણેય બૉલીવુડ ફિલ્મો તેમના કલાકારો માટે મહત્વની છે. આ ફિલ્મોમાં રાંઝણા, શૉર્ટકટ રોમિયો અને એનેમીનો સમાવેશ થાય છે.
આનંદ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મ બૉલીવુડમાં સતત નિષ્ફળતા મેળવતાં સોનમ કપૂર માટે મહત્વની છે, તો ધનુષ આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે. તેવી જ રીતે નીલ નિતિન મુકેશ, અમીષા પટેલ અને પૂજા ગુપ્તા અભિનીત શૉર્ટકટ રોમિયો ફિલ્મ ઉપર નીલ નિતિન મુકેશ અને અમીષાનું કૅરિયર લાગેલું છે. ત્રીજી બાજુ મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષયની ફિલ્મ એનેમી પણ આવતીકાલે રિલીઝ થઈ રહી છે. આ ઉપરાંત બે હૉલીવુડ ફિલ્મો વર્લ્ડ વૉર ઝેડ તથા મોન્સટર્સ યુનિવર્સિટી પણ રિલીઝ થઈ રહી છે.
આવો તસવીરો સાથે જાણીએ કેટલીક વધુ વિગતો :

સોહામણી સોનમ-કાતિલ અમીષા
આ શુક્રવારે રૂપેરી પડદે સોહામણી સોનમ અને કાતિલ અમીષાની ટક્કર થશે. સોનમ કપૂર તથા ધનુષની રાંઝણા, અમીષા પટેલ, નીલ નિતિન મુકેશ તથા પૂજાગુપ્તાની શૉર્ટકટ રોમિયો અને કે કે મેનન તેમજ મહાઅક્ષયની એનેમી, આમ ત્રણ બૉલીવુડ ફિલ્મો શુક્રવારે રિલીઝ થઈ રહી છે.

રાંઝણા
આનંદ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મ એક સોહામણી પ્રણય-કથા છે. સોનમ કપૂર અને ધનુષ બંને માટે ફિલ્મ મહત્વની છે. સોનમને સફળતાની શોધ છે, તો ધનુષ બૉલીવુડ કૅરિયર શરૂ કરી રહ્યાં છે.

રાંઝણા
રાંઝણા ફિલ્મના પ્રમોશન માટે સોનમ-ધનુષે દિલ્હીથી માંડી જયપુર-અમદાવાદ સુધી મહેનત કરી છે. બંનેએ ફિલ્મના સંગીત અને સંગીતકાર એ આર રહેમાનના ખૂબ વખાણ કર્યાં છે.

શૉર્ટકટ રોમિયો
શૉર્ટકટ રોમિયો અમીષા પટેલ માટે મહત્વની છે. તેમને પણ એક સફળ ફિલ્મની શોધ છે, તો નીલ નિતિન મુકેશની પણ છેલ્લી ફિલ્મ ડેવિડ નિષ્ફળ રહી હતી. આ ફિલ્મમાં અમીષા વિલનનો રોલ કરી રહ્યાં છે.

શૉર્ટકટ રોમિયો
પૂજા ગુપ્તાની આ ત્રીજી બૉલીવુડ ફિલ્મ છે. ફાલતૂ સાથે કૅરિયર શરૂ કરનાર પૂજાની છેલ્લી ફિલ્મ ગો ગોવા ગોન ખાસ ચાલી નહોતી. હવે શૉર્ટકટ રોમિયો દ્વારા તેમને પણ સફળતાની શોધ છે.

એનેમી
એનેમી ફિલ્મ પોલીસ અને સીબીઆઈમાંથી કોણ એનેમી છે, તે કહે છે. ફિલ્મમાં સુનીલ શેટ્ટી, કે કે મેનન, મિથુન ચક્રવર્તી, તેમના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી, યુવિકા ચૌધરી તથા આશુ ત્રિખા છે.

બે હૉલીવુડ ફિલ્મો
બે હૉલીવુડ ફિલ્મો પણ આ જ શુક્રવારે રિલીઝ થશે. તેમાં વર્લ્ડ વૉર ઝેડ હિન્દી તેમજ અંગ્રેજી બંને ભાષાઓમાં રિલીઝ થશે. એનિમેટેડ ફિલ્મ મોન્સટર્સ યુનિવર્સિટી પણ રિલીઝ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
