Pics : ‘મૅરી કોમ’ માટે પરસેવો પાડતાં પ્રિયંકા ચોપરા
મુંબઈ, 3 જૂન : લાંબા સમયથી ચર્ચા છે કે ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર મુક્કાબાજ મૅરી કોમના જીવન પર આધારિત ફિલ્મ માટે પ્રિયંકા ચોપરા ખૂબ મહેનત કરી રહ્યાં છે, પરંતુ મિત્રો મેહનત માત્ર પ્રિયંકા મૅડમ જ નથી કરી રહ્યાં, પણ ફિલ્મની આખી ટીમ કરી રહી છે.
મળતી માહિતી મુજબ ફિલ્મના સેટ લગાવવાનું કામ કરનાર ઓમંગ હવે ફિલ્મને મનાલમાં શૂટ કરવા જઈ રહ્યાં છે, કારણ કે મૅરી કોમના મણિપુર ખાતે આવેલઘરે ફિલ્મના હિસાબથી તેમને લોકેશન નથી મળી. હવે ઓમંગ મનાલીને જ મણિપુર બનાવશે અને દર્શાવશે. પ્રિયંકા ચોપરા આજે શૂટિંગ માટે મનાલી પણ પહોંચી જવાનાં છે.
નોંધનીય છે કે સંજય લીલા ભાનુશાળી આ ફિલ્મ બનાવી રહ્યાં છે અને એશિયાના સૌથી સેક્સી અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેમાં મુક્કાબાજ મૅરી કોમ કે જેઓ ઓલિમ્પિક મેડલ વિજેતા છે તેમનો રોલ કરી રહ્યાં છે. તેના માટે પ્રિયંકા ચોપરા પોતાની જાતને મૅરી કોમ જેવા ખડતલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
પ્રિયંકાએ જણાવ્યું કે તેમણે વજન ઓછુ કર્યું છે કે જેથી તેઓ પોતાના રોલ સાથે ન્યાય કરી શકે. તેમણે જણાવ્યું કે આ તેમના માટે ગૌરવનીવાત છે કે તેઓ મૅરી કોમનો રોલ કરી રહ્યાં છે. મૅરી કોમને સુપર વુમન ગણનાર પ્રિયંકા ચોપરા પુરતા પ્રયત્નો કરી રહ્યાં છે કે જેથી તેઓપોતાના રોલ સાથે ન્યાય કરી શકે. પ્રિયંકા તેના માટે આજકાલ પુસ્તકો પણ વાંચી રહ્યાં છે કે જેથી તેઓ મૅરી કોમને યોગ્ય રીતે પડદા ઉપર રજૂ કરી શકે.
આવો આપને બતાવીએ પ્રિયંકા ચોપરા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

પ્રિયંકા ચોપરા બન્યાં મૅરી કોમ
પ્રિયંકા ચોપરા મુક્કાબાજ મૅરી કોમ પર આધારિત ફિલ્મમાં કામ કરી રહ્યાં છે કે જે સંજય લીલા ભાનુશાળી બનાવી રહ્યાં છે.

જિમમાં પરસેવો પાડતાં પ્રિયંકા
મૅરી કોમ બનવા માટે પ્રિયંકા ચોપરા જિમમાં પરસેવો પાડી રહ્યાં છે. તેઓ મૅરી કોમ પાસેથી મુક્કાબાજીની તાલીમ પણ લેશે.

મૅરી કોમની આત્મકથા નથી
પ્રિયંકાએ જણાવ્યું કે મૅરી કોમ પર આધારિત ફિલ્મ તેમની સાથે સંકળાયેલી જરૂર છે, પણ તે તેમની આત્મકથા નથી.

પોતાને ધન્ય ગણતાં પ્રિયંકા
પોતાની જાતને પ્રિયંકા ચોપરા ધન્ય ગણે છે કે તેમની આ રોલ માટે પસંદગી કરવામાં આવી. તેઓ પોતે પણ મૅરી કોમથી પ્રભાવિત છે.

શૂટિંગ મનાલીમાં
પ્રિયંકાને લાગે છે કે ભાનુશાળીની આ ફિલ્મ તેમના કૅરિયરને નવો વળાંક અને ઓળખ આપશે. ફિલ્મનું શૂટિંગ મનાલી ખાતે થવાનું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
