Pics : પપ્પા સીરિયસ : પ્રિયંકા ખડેપગે, શૂટિંગ રદ્દ
મુંબઈ, 8 જૂન : નેશનલ ઍવૉર્ડ વિજેતા અભિનેત્રી પ્રિયંકા ચોપરા મુશ્કેલીમાં છે. તેમના પપ્પા સીરિયસ છે. પ્રિયંકા પપ્પાની સાથે ખડેપગે છે અને તમામ રિહર્સલ અને શૂટિંગ્સ તેમણે રદ્દ કરી નાંખી છે.
મળતી માહિતી મુજબ પ્રિયંકા ચોપરાના પિતા ડૉ. અશોક ચોપરાને કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અશોક ચોપરા કૅંસરથી પીડાય છે. થોડાંક વર્ષ અગાઉ જ તબીબોએ તેમને કૅંસર થયાનું નિદાન આપ્યું હતું. પ્રિયંકાના એક મિત્રના જણાવ્યા મુજબ તેમની હાલત ખૂબ જ ગંભીર છે.
પપ્પાના લાડકડા પ્રિયંકા ચોપરા કે જેમણે પપ્પાના નામનું ટૅટૂ કોતરાવ્યુ હતું, તેઓ વ્યગ્ર અને ચિંતિત છે. પ્રિયંકાએ ઓમંગ કુમારની મૅરી કોમ ફિલ્મ માટેની તમામ રિહર્સલ રદ્દ કરી નાંખી છે. ગઅશોક ચોપરાની તબીયત ગત સપ્તાહે બગડી હતી, પરંતુ પ્રિયંકા ચોપરા સામાન્ય રીતે કામ કરી રહ્યા હતાં. તેઓ મૅરી કોમ ફિલ્મના રિહર્સલમાં પણ જતાં અને બાકીનો સમય પપ્પા માટે ફાળવતાં. જોકે પ્રિયંકા ચોપરાએ પપ્પાની નાદરુસ્ત તબીયત અંગે કોઈને પણ જણાવ્યું નહિં. જોકે પ્રિયંકાના નજીકના મિત્રો જાણતા હતાં કે પ્રિયંકા અપસેટ છે. પ્રિયંકા પોતાના પપ્પા અંગે હંમેશા ગંભીર અને ચિંતિત રહે છે.
પ્રિયંકા ચોપરા પપ્પા અંગે ખૂબ જ ચિંતિત રહેતા આવ્યાં છે. 2005માં પણ પ્રિયંકા જ્યારે રોહન સિપ્પીની બ્લફમાસ્ટર ફિલ્મમાં કામ કરી રહ્યા હતાં, ત્યારે પણ અશોક ચોપરા બીમાર થયા હતાં. ત્યારે પણ પ્રિયંકાએ આ બાબત કોઈની સાથે શૅર કરી નહોતી. પ્રિયંકાના પપ્પા અશોક ચોપરા આ જ વર્ષે વૅનકુવર ખાતે યોજાયેલ એક ઍવૉર્ડ ફંક્શનમાં પ્રિયંકા સાથે દેખાયા હતાં. આ ફંક્શનમાં પ્રિયંકા ચોપરાએ બર્ફી ફિલ્મ માટે ટ્રૉફી પ્રાપ્ત કરી હતી.
આવો તસવીરોમાં જોઇએ પ્રિયંકા અને તેમના પિતાની કેટલીક તસવીરો.

મમ્મી-પપ્પા સાથે પ્રિયંકા
પ્રિયંકા ચોપરા પોતાના મમ્મી મધુ ચોપરા તથા પપ્પા અશોક ચોપરા સાથે.

મિસ વર્લ્ડ વિજય
મિસ વર્લ્ડ ખિતાબ વિજય પ્રસંગે પ્રિયંકા ચોપરા પોતાના પપ્પા અશોક ચોપરા સાથે.

લાડકડા છે પ્રિયંકા
પ્રિયંકા ચોપરા પોતાના પપ્પાના બહુ જ લાડકડાં છે.

ચિંતિત રહે છે પ્રિયંકા
પ્રિયંકા ચોપરા પોતાના પપ્પાના આરોગ્ય અંગે હંમેશા ચિંતિત રહે છે.

પરિવાર સાથે પ્રિયંકા
પોતાના ભાઈ સિદ્ધાર્થ, પિતા અશોક ચોપરા તથા માતા મધુ સાથે પ્રિયંકા ચોપરા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
