રેખા માટે ગીત ગાવા માંગે છે પ્રિયંકા ચોપરા
મુંબઈ, 14 સપ્ટેમ્બર : જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા રેખા માટે ગીત ગાવા માંગે છે. પ્રિયંકાએ ગઈકાલે તેના આંતર્રાષ્ટ્રીય મ્યુઝિક આલબમ ‘ઇન માય સિટી'ના લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યુ હતું કે તે હિન્દી ફિલ્મોની જાજરમાન અભિનેત્રી રેખાને પોતાનો અવાજ આપવા માંગે છે.

પ્રિયંકાએ જણાવ્યું, ‘મને રેખાજી માટે અવાજ આપવો ગમશે.' તેમ તેણે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યુ હતું.
પ્રિયંકાએ તાજેતરમાં જ યોજાયેલ આઈફા એવૉર્ડ સમારંભમાં પણ રેખાના ગીતો ઉપર ધમાકેદાર ડાંસ કર્યા હતાં. પ્રિયંકા ‘ઇન આંખોં કી મસ્તી કે... સલામ-એ-ઇશ્ક મેરી જાન... પ્યાર દો પ્યાર લો... પરદેશિયા...' જેવા ગીતો પર બહુ નાચી હતી. પ્રિયંકાએ જણાવ્યું કે તે રેખાની ફિલ્મમાં તેમને અવાજ આપવા માંગે છે. જોકે આ બધુ મ્યુઝિક ડાઇરેક્ટરની પસંદગી ઉપર અવલંબે છે. જો સલીમ સુલેમાન તથા વિશન-શેખર ઇચ્છે, તો તે રેખા માટે ગાશે. તમે ન કહી શકો કે આ થઈ શકશે.
પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે તેણે સંગીતની કોઈ એક્સપર્ટ પાસેથી તાલીમ નથી લીધી. પ્રિયંકાએ જણાવ્યું, ‘મને આશા છે કે હું એવું સંગીત સર્જવામાં સક્ષમ છું જેની ઉપર ભારત ગર્વ કરી શકે. ગીતની લંબાઈ પડકાર હતી. ગીત મારી રેંજ કરતાં લાંબુ છે. મને આ આલબમ તૈયાર કરવામાં મારા સંગીત ગુરુએ મદદ કરી. તાજેતરમાં જ જ્યારે હું મારી એક ફિલ્મના પ્રમોશન માટે ઇંડિયન આઇડોલ શોમાં ગઈ, ત્યારે મને યાદ છે કે આશા ભોંસલેએ મને ગાવાની કેટલીક ટિપ્સ આપી હતી.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
