પ્રિયંકા ચોપડા અને નિક જોનસે એન્જૉય કર્યુ બીચ વેકેશન, પતિ સાથે રોમેન્ટીક થઈ અભિનેત્રી, જુઓ Photos
હાલમાં જ પ્રિયંકાએ પતિ નિક સાથેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં બંનેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
મુંબઈઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનસ ફેન્સના ફેવરિટ કપલ્સમાંના એક છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકસાથે ફોટો અને વીડિયો શેર કરે છે. આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવે છે અને તેઓ તેના પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરે છે. હાલમાં જ પ્રિયંકાએ પતિ નિક સાથેના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં બંનેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

પ્રિયંકાએ શેર કર્યા ફોટા
પ્રિયંકા ચોપડા સમયાંતરે ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે. આ વખતે પણ અભિનેત્રીએ પતિ નિક સાથેના વેકેશનની તસવીરો શેર કરી છે.

પતિ નિક સાથે બીચ વેકેશન પર છે પ્રિયંકા
આ તસવીરોમાં પ્રિયંકા પતિ નિક જોનસ સાથે બીચ વેકેશન એન્જૉય કરતી જોઈ શકાય છે. આ તસવીરોમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. આ સાથે તેની તસવીરો પણ ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

પ્રિયંકા-નિકે વીતાવ્યો ક્વૉલિટી ટાઈમ
પ્રિયંકા ચોપડા અને નિક જોનસે તુર્ક એન્ટ કેકોસ આઇલેન્ડમાં ક્વૉલિટી ટાઇમ પસાર કર્યો હતો. પ્રિયંકા-નિકની આ તસવીરો જોઈને કોઈ તેમના પરથી નજર હટાવી શકશે નહિ.

પ્રિયંકાનો હૉટ અવતાર
આ તસવીરમાં પ્રિયંકા બીચ પર જોઈ શકાય છે. સુંદર નઝારા સાથે અભિનેત્રી ખૂબ જ હૉટ લાગી રહી છે.

નિકને કર્યુ કિસ
એક તસવીરમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનસને કિસ કરતી જોવા મળી રહી છે. તેમજ તેના બેકગ્રાઉન્ડમાં ખૂબ જ સુંદર નઝારો જોવા મળી રહ્યો છે.

ફોટાઓ પર ફેન્સે વરસાવ્યો પ્રેમ
આ તસવીરો શેર કરીને પ્રિયંકા ચોપડાએ હેશટેગ સાથે લખ્યુ છે - આઇલેન્ડ ગર્લ અને ફોટોડમ્પ. અભિનેત્રીની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. તેની આ તસવીરો ફેન્સ માટે ગિફ્ટ છે. પ્રિયંકાની આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
