પ્રિયંકાની કિસથી નિકના કાન પાસે બન્યુ લિપસ્ટિકનુ નિશાન, વાયરલ થયો આ ખાસ ફોટો
પ્રિયંકા ચોપડા એક વાર ફરીથી ચર્ચામાં છે આ વખતુ કારણ નિકનો એક ફોટો છે.
મુંબઈઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડા સિંગર નિક જોનસ સાથે લગ્ન બાદ પ્રિયંકા ચોપડા અમેરિકામાં રહે છે. ફિલ્મોમાં પણ તે વધુ સક્રિય નથી પરંતુ તે ચર્ચામાં સતત રહે છે. ખાસ કરીને નિક સાથે પોતાના સંબંધ માટે પ્રિંયકા ઘણી વાર ચર્ચામાં રહે છે. એક વાર ફરીથી તે ચર્ચામાં છે આ વખતુ કારણ નિકનો એક ફોટો છે. આ ફોટો પ્રિયંકાએ શેર કર્યો છે. જેમાં નિકના કાન પાસે લિપસ્ટિકનુ નિશાન દેખાઈ રહ્યુ છે.

પતિને યાદ કરી રહી છે પ્રિયંકા
પ્રિયંકાના સિંગર પતિ નિક હાલમાં પોતાના આલ્બમનના શૂટિંગ માટે લૉસ એન્જેલસમાં છે એવામાં પ્રિયંકા ચોપડાએ ઈન્સ્ટાગ્રામ પર નિકજોનસનો એક ખાસ ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરીને પ્રિયંકાને જણાવ્યુ છે કે તે પોતાના નિકને કેટલો મિસ કરી રહી છે. પ્રિયંકાએ નિકનો જે ફોટો શેર કર્યો છે તેમાંનિકના માથા એટલે કે કાન પાસે પ્રિયંકાના કિસના કારણે લિપસ્ટિકનુ નિશાન બનેલુ છે. ફોટો શેર કરીને પ્રિયંકાએ લખ્યુ, મારી લિપસ્ટિક...મિસ યુ ઑલરેડી.

ફેન્સ કરી રહ્યા છે ફોટા પર કમેન્ટ
પ્રિયંકા નિક જોનસનો આ ફોટો શેર કર્યાના થોડા કલાકોમાં જ વાયરલ થઈ ગયો છે. લાખો લાઈક અને કમેન્ટ આ ફોટા પર આવી ચૂક્યા છે. ફોટા પર કમેન્ટ કરીને ફેન્સ પ્રિયંકાને પણ નિક પાસે જવાની સલાહ આપી રહ્યા છે. વાસ્તવમાં નિક જોનસ 'ધ વૉયસ'ના શૂટિંગ માટે લૉસ એન્જેલસમાં છે જ્યારે પ્રિયંકા ન્યૂયૉર્કમાં છે.

પ્રિયંકા નિકે બે વર્ષ પહેલા કર્યા હતા લગ્ન
પ્રિયંકા અને નિક જોનસના લગ્નને લગભગ અઢી વર્ષ થઈ ગયા છે. પ્રિયંકા અને નિકે ડિસેમ્બર 2018માં રાજસ્થાનના જોધપુરમાં લગ્ન કર્યા હતા. લગ્નની રસમો હિંદુ અને ક્રિશ્ચિયન રીતે થઈ હતી. પ્રિયંકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે લગ્ન વિશે તેણે એ જ સમજ્યુ છે કે પરસ્પર બેસીને બહુ બધી વાતો કરવી, એકબીજા સાથે સમય પસાર કરવો અને એકબીજાને સમજવુ કોઈ સંબંધ માટે જરૂરી છે. આ વાતો એક લગ્નને સફળ બનાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
