બોલ્ડ ડ્રેસ પર ટ્રોલ થયેલી પ્રિયંકા ચોપડાએ લખી ભાવુક પોસ્ટ, કહી આ વાતો
પોતાના બોલ્ડ ડ્રેસ માટે ટ્રોલ થયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એક પોસ્ટ લખીને જવાબ આપ્યો છે.
પોતાના બોલ્ડ ડ્રેસ માટે ટ્રોલ થયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એક પોસ્ટ લખીને જવાબ આપ્યો છે. પ્રિયંકા ચોપડા હાલમાં જ 62માં ગ્રેમી અવૉર્ડ્ઝ ઈવેન્ટમાં પહોંચી હતી. અહીંથી તેના ફોટા આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને ઘણી અસહજ કરતી કમેન્ટ્સનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ હવે તેણે એક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેણે કહ્યુ કે આપણે પોતાની આસપાસના લોકો માટે થોડો દયાભાવ રાખવો જોઈએ.

પ્રિયંકાએ આ લખ્યુ
પ્રિયંકાએ બુધવારે ઈન્સ્ટા પર એક પોસ્ટ લખી છે. આમાં તેણે લખ્યુ છે - આ વર્ષે ઘણુ બધુ ક્રેઝી બની રહ્યુ છે જ્યારે હજુ તો માત્ર જાન્યુઆરી ચાલી રહ્યો છે. મને લાગે છે કે તમે જેને પ્રેમ કરો છો તેને પ્રેમ કરો. જિંદગી એવી રીતે જીવો, જેવી રીતે તમે જીવવા ઈચ્છો છો. દરરોજ આવતી તમામ મુશ્કેલીઓ છતાં તમારી આસપાસ બધા માટે દયાળુ રહો. મને જે પ્રેમ મળ્યો છે, તેના માટે હું ખૂબ આભારી છુ અને જે નથી મળ્યો તેના માટે પણ આભાર. એટલુ જ કહીશ કે તમારી આસપાસના લોકો માટે દયાળુ રહો. આ કોઈના પણ માટે બહુ મહત્વ ધરાવે છે કારણકે જીવન એક મોટી ભેટ છે.
|
ફોટા શેર કરતા જ શરૂ થઈ ભદ્દી કમેન્ટ્સ
પ્રિયંકાએ એક દિવસ પહેલા ગ્રેમી અવૉર્ડ દરમિયાનના પોતાના ફોટા શેર કર્યા હતા. જેમાં તે નિક જોનસ સાથે છે, ફોટા શેર કરતા પીસીએ લખ્યુ - ગ્રેમીઝ 2020. તેના ફોટા શેર કરતા જ તે પોતાના કપડા માટે એક મોટા વર્ગના નિશાના પર આવી ગઈ. ઘણા લોકોએ તેના ડ્રેસથી શરીર દેખાવા વિશે કમેન્ટ કર્યા.

ઘણા લોકોનો સાથ પણ મળ્યો
પ્રિયંકા ચોપડાને એક તરફ જ્યાં ગ્રેમી અવૉર્ડમાં બોલ્ડ ડ્રેસ માટે ટ્રોલ કરવામાં આવી તો બીજી તરફ ઘણા લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી. બોલિવુડ અભિનેત્રી સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તેના ડ્રેસ પર સવાલ ઉઠાવનારાને જોરદાર ફટકાર્યા છે. સુચિત્રાએ પ્રિયંકા ચોપડાની પ્રશંસા કરીને લખ્યુ, આજની મહિલા સુંદર અને બોલ્ડ છે. હું તો વેંડેલ રોડ્રિગ્સના ઈન્સ્ટા પોસ્ટ જોઈને ચોંકી ગઈ, મને લાગે છે કે પ્રિયંકા પોતાના પેટને પોતાના ક્લચ સાથે છૂપાવવાની કોશિશ નથી કરી રહી, તેનો આત્મવિશ્વાસ અને ચહેરા પરનુ સ્મિત દરેક મહિલા માટે એક પ્રેરણા છે, તુ આગળ વધુ અને વધતી રહે. હું ક્યારેય કોઈ મહિલાની ફેન નથી રહી પરંતુ તારા આ ફોટાએ મને તારી ફેન બનાવી દીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
