5 વર્ષની ઉંમરથી આ બિમારીથી પિડાય છે પ્રિયંકા ચોપડા, ટ્વિટ કરીને કર્યો ખુલાસો
હાલમાં બોલિવુડ સિતારાઓની બિમારીના સમાચારોએ લોકોને પરેશાન કરી દીધા છે. હંમેશાથી જોવા મળ્યુ છે કે ફિલ્મી સિતારાઓ પોતાની બિમારી પર ખુલીને વાત નથી કરતા પરંતુ પ્રિયંકા ચોપડા તે લોકોથી અલગ છે.
હાલમાં બોલિવુડ સિતારાઓની બિમારીના સમાચારોએ લોકોને પરેશાન કરી દીધા છે. હંમેશાથી જોવા મળ્યુ છે કે ફિલ્મી સિતારાઓ પોતાની બિમારી પર ખુલીને વાત નથી કરતા પરંતુ પ્રિયંકા ચોપડા તે લોકોથી અલગ છે. પૂર્વ વિશ્વસુંદરી અને હિંદી સિનેમાની કાતિલ હસીના પ્રિયંકા ચોપડાએ ખુલાસો કર્યો છે કે તે 5 વર્ષની ઉંમરથી અસ્થમાથી પીડિત છે.

5 વર્ષની ઉંમરથી અસ્થમા સામે ઝઝૂમી રહી છે પ્રિયંકા ચોપડા
પ્રિયંકાએ આ વાત પોતે ટ્વિટ કરીને જણાવી છે. પ્રિયંકાએ લખ્યુ છે કે તેને અસ્થમા (દમ) નો રોગ છે અને તેમાં છૂપાવવા જેવા કોઈ વાત નથી. તેણે સાથે જ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં પ્રિયંકા લોકોને આ રોગ વિશે જાગૃત કરતી જોવા મળી રહી છે.
|
‘હું 5 વર્ષથી ઉંમરથી જ અસ્થમાથી પીડિત છું'
વીડિયોમાં પ્રિયંકાએ જણાવ્યુ છે કે હું 5 વર્ષની ઉંમરથી જ અસ્થમાથી પીડિત છુ પરંતુ મારી મા એ મને આમાં ખૂબ મદદ કરી છે. પહેલા મને લોકો કહેતા હતા કે વધુ દવા ના લે. એની આદત થઈ જશે. પછી મે ગોળીઓ બંધ કરી દીધી. તેના મુકાબલે ઈનહેલર વધુ સારુ હોય છે. મને જાણનારા ઘણા લોકોને ખબર છે કે મને અસ્થમા છે પરંતુ મે કોઈનાથી છૂપાવ્યુ નથી અને તમને લોકોને પણ કહુ છુ કે પોતાની આ બિમારીને લોકોથી છૂપાવો નહિ.

‘હું ક્યારેય પણ મારી બિમારી માટે હેરાન નથી થતી'
પ્રિયંકાએ કહ્યુ કે ઘણી વાર સ્ટેજ શો કરતી વખતે મને ઘણી મુશ્કેલી થાય છે ત્યારે મને ઈનહેલરની જરૂર પડે છે પરંતુ હું ક્યારેય મારી આ બિમારી માટે હેરાન નથી થતી અને ના તો આના માટે પોતાના કામ સાથે સમજૂતી કરુ છુ. મારુ માનવુ છે કે રોગને છૂપાવવો નહિ પરંતુ તેની સાથે લડવુ જોઈએ અને તેને હંમેશા દૂર ભગાડવાનો ઉપાય કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે બોલિવુડની આ જંગલી બિલ્લીએ હાલમાં જ અસ્થમાની દવાના પ્રચારનો વીડિયો મુંબઈમાં શૂટ કર્યો હતો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
