બૉલિવુડ ડેબ્યુ પહેલા પ્રિયંકા ચોપડાનો જુઓ અંદાજ, મૉડલિંગના દિવસોના RARE ફોટા
મૉડલિંગમાંથી અભિનેત્રી અને હવે ગ્લેમરસ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપડા આજે પોતાનો જન્મદિવસ સેલિબ્રિટ કરી રહી છે.
મૉડલિંગમાંથી અભિનેત્રી અને હવે ગ્લેમરસ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપડા આજે પોતાનો જન્મદિવસ સેલિબ્રિટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સથી લઈને બૉલિવુડ, હૉલિવુડ કલાકારો તેને શુભકામનાઓ આપી રહ્યા છે. પ્રિયંકા ચોપડા આજે હજારો, લાખો લોકો માટે એક પ્રેરણા છે. પ્રિયંકાએ વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો અને ત્યારબાદ તેણે ક્યારેય પાછુ વળીને જોયુ નથી. આજે પ્રિયંકા પૂર્વ મિસ વલ્ડ, નેશનલ અવૉર્ડ વિનર એક્ટર, સિંગર, નિર્માતા અને ઈન્ટરનેશનલ સ્ટાર તરીકે માનવામાં આવે છે.

ફિલ્મોમાં આવતા પહેલા કર્યુ મૉડલિંગ
પ્રિયંકા ચોપડાનો જન્મ 18 જુલાઈ 1982ના રોજ જમશેદપુરમાં થયો છે. પરંતુ તેનુ બાળપણ બરેલીમાં પસાર થયુ છે. પ્રિયંકાના માતાપિતા આર્મીમાં ડૉક્ટરના પદ પર કામ કરી ચૂક્યા છે. પ્રિયંકા ચોપડાને એક નાનો ભાઈ છે સિદ્ધાર્થ ચોપડા. વળી, પ્રિયંકાની કઝિન બહેન પરિણીતી ચોપડા અને મીરા ચોપડા પણ ફિલ્મો સાથે જોડાયેલી છે. ફિલ્મોમાં આવતા પહેલા પ્રિયંકા મૉડલ રહી ચૂકી છે. અહીં જુઓ તેના મૉડલિંગના દિવસોના અમુક ફોટા જ્યાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

મિસ વર્લ્ડ
વર્ષ 2000માં મિસ ઈન્ડિયા પ્રતિસ્પર્ધા માટે ખુદ પ્રિયંકા ચોપડા નહિ પરંતુ તેની મા મધુ ચોપડાએ તેનુ નામ એન્ટર કર્યુ હતુ. તેણે પ્રિયંકાને કંઈ કહ્યા વિના ફોટા મોકલી દીધા હતા... અને પ્રિયંકાનુ સિલેક્શન પણ થઈ ગયુ. આ સ્પર્ધામાં પ્રિયંકાને બધાએ જોરદાર ટક્કર આપી અને બીજુ સ્થાન મેળવીને પ્રિયંકા મિસ ઈન્ડિયા વર્લ્ડ બની.

ખોટો જવાબ આપીને પણ જીતી ગઈ હતી સ્પર્ધા
પ્રિયંકા ચોપડાને સવાલ કરવામાં આવ્યો કે, 'તમે આજે દુનિયાની સૌથી સફળ જીવિત મહિલા કોને માનો છો?' જેના પર તેણે જવાબ આપીને મધર ટેરેસાનુ નામ લીધુ હતુ, તે સવાલનો જવાબ ખોટો હતો કારણકે જીવિત સફળ મહિલા વિશે પૂછવામાં આવ્યુ હતુ.

જાહેરાતમાં પ્રિયંકા
પ્રિયંકા ચોપડા ઘણી જાહેરાતોમાં પણ આવી ચૂકી હતી. ફિલ્મોમાં આવતા પહેલા તે એક જાણીતુ નામ બની ચૂકી હતી.

સામાજિક કાર્યો સાથે જોડાયેલી
યુનિસેફે પ્રિયંકા ચોપડાને પોતાની ગુડવિલ એમ્બેસેડર બનાવીછે. તે ઓગસ્ટ 2010થી યુનિસેફ સાથે જોડાયેલી છે અને આ દિશામાં ઘણુ કામ પણ કરતી રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
