મુન્ની બદનામ, શીલા જવાન અને હવે બબલી બદમાશ
મુંબઈ, 19 ફેબ્રુઆરી : સેક્સી પ્રિયંકા ચોપરાએ હવે એક નવો તીર છોડ્યો છે. તેઓ પ્રથમ વાર કોઈ ફિલ્મમાં આયટમ સૉંગ કરવા તૈયાર થયાં છે. ફિલ્મનું નામ છે શૂટઆઉટ એટ વડાલા કે જેના દિગ્દર્શક સંજય ગુપ્તા છે. પ્રિયંકાએ પહેલા તો આયટમ સૉંગ કરવાનો ઇનકાર કર્યો હતો, પણ પછી ગીતના શબ્દો સાંભળ્યા બાદ તેમણે હા પાડી દીધી.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે પ્રિયંકા આયટમ સૉંગ કરવા કેમ માંગે છે? ક્યાંક ગત વર્ષે કૅટરીના કૈફ અને કરીના કપૂર દ્વારા કરાયેલ હિટ આયટમ સૉંગ્સ જોયા બાદ પ્રિયંકાના મનમાં પણ તો ફટાકડી બનવાની ઇચ્છા નથી જાગી ને? પ્રિયંકા ગત વર્ષે બર્ફી ફિલ્મના કારણે ચર્ચામાં રહ્યાં. તેમનો રોલ ખૂબ સીધા-સાદો અને શ્રેષ્ઠ હતો, પરંતુ હવે લાગે છે કે પ્રિયંકા પોતાના રોલમાં કંઇક રંગ ઉમેરવા માંગે છે.
કરીના અને કૅટે ગત વર્ષે અગ્નિપથ, દબંગ 2, હીરોઇન જેવી ફિલ્મોમાં હિટ આયટમ સૉંગ કર્યા હતાં, જ્યારે પ્રિયંકા માત્ર ગણ્યાગાંઠ્યા પાત્રો જ ભજવતી રહી, પરંતુ હવે પ્રિયંકા આયટમ સૉંગ કરી બતાવી દેવા માંગે છે કે તે પણ કોઈનાથી કમ નથી.
શૂટઆઉટ એટ વડાલામાં પ્રિયંકા ચોપરા જે ગીત ઉપર પરફૉર્મ કરવા જઈ રહ્યાં છે, તેના શબ્દો છે બબલી બદમાશ હૈ... સંજય ગુપ્તાએ પણ અંગેની પુષ્ટિ કરતાં ટ્વિટર પર લખ્યું - પ્રિયંકા ચોપરા અમારા જોરદાર ગીત બબલી બદમાશ હૈ... ઉપર પરફૉર્મ કરશે. આ ગીત સંગીત દિગ્દર્શક અન્નુ મલિકે તૈયાર કર્યું છે. હાલ તો સંજય ગુપ્તા ખૂબ ખુશ છે કે પ્રિયંકા આ આયટમ સૉંગ કરવા તૈયાર થઈ ગયાં છે. ગીત સુનિધિ ચૌહાણ ગાશે અને તેનું શૂટિંગ ગુડગાંવ ખાતેની ફિલ્મ સિટીમાં કરાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
