Pics : ભાઈની ગેરહાજરીમાં બહેનની ‘પોલીસગિરી’
મુંબઈ, 29 મે : ભાઈ એટલે કે આપણાં ભાઈ મુન્નાભાઈ તો જેલમાં છે અને તેમની ગેરહાજરીમાં તેમની પ્રથમ ફિલ્મ પોલીસગિરી રિલીઝ થવાની તૈયારીમાં છે. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મ બન્યા બાદ અને રિલીઝ થતા પહેલા ઘણી બધી પ્રક્રિયાઓના તબક્કામાંથી પસાર થાય છે અને તે તમામ તબક્કાઓમાં ફિલ્મના હીરો સહિત તમામ સ્ટાર કાસ્ટની જરૂર પડે છે, પરંતુ દુર્ભાગ્યે અહીં તો હીરો જેલમાં છે. તેવામાં હીરોના બહેન મેદાને આવ્યાં છે.
સંજય દત્ત હાલ જેલમાં છે અને પોલીસગિરી ફિલ્મ તૈયાર છે રિલીઝ થવા માટે. સંજય દત્ત જેલમાં હોવાથી તેનું પ્રમોશન નહીં કરી શકે. આ બાબતથી વાકેફ તેમના બહેન પ્રિયા દત્ત મેદાને આવી ગયાં છે. પ્રિયા પોલીસગિરી ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે હાજર રહ્યાં અને સંજયની કમી પૂરવાનો પ્રયત્ન કર્યો.
આ પ્રસંગે પ્રિયા દત્તે જણાવ્યું - હું ફિલ્મની સફળતા માટે કામના કરૂ છું. આ ફિલ્મ સંજય દત્ત માટે ખૂબ જ ખાસ છે. હું ફિલ્મના નિર્માતા અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવુ છું. પોલીસગિરી ફિલ્મમાં સંજય દત્ત સાથે પ્રાચી દેસાઈ નાયિકા તરીકે છે. ફિલ્મ 5મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.
આવો જોઇએ પોલીસગિરી ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગની તસવીરી ઝલક.

ભાઈની ગેરહાજરીમાં બહેનની ‘પોલીસગિરી’
બૉલીવુડ અભિનેતા સંજય દત્તની ફિલ્મ પોલીસગિરીમાં સંજય દત્ત ડીસીપી રુદ્રની ભૂમિકામાં છે. ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે સંજય દત્ત તો હાજર નહોતા રહી શક્યાં.

ભાઈની ગેરહાજરીમાં બહેનની ‘પોલીસગિરી’
સંજય દત્ત હાલ જેલમાં છે, પરંતુ તેમના બહેન પ્રિયા દત્તે હાજરી પુરાવી સંજયની ખામી પુરવાનો પ્રયત્ન જરૂર કર્યો.

ભાઈની ગેરહાજરીમાં બહેનની ‘પોલીસગિરી’
આ પ્રસંગે રાહુલ અગ્રવાલ અને પ્રાચી દેસાઈ સહિત ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપસ્થિત હતી.

ભાઈની ગેરહાજરીમાં બહેનની ‘પોલીસગિરી’
પોલીસગિરી ફિલ્મના ટ્રેલરમાં સંજય દત્ત અને વિલન પ્રકાશ રાજ વચ્ચેના કેટલાંક સંવાદો રજૂ કરાયાં છે.

ભાઈની ગેરહાજરીમાં બહેનની ‘પોલીસગિરી’
ફિલ્મનું ટ્રેલર જોતા લાગે છે કે ફિલ્મ એક્શનથી ભરપૂર હશે.

ભાઈની ગેરહાજરીમાં બહેનની ‘પોલીસગિરી’
પ્રિયા દત્તે જણાવ્યું - હું ફિલ્મની સફળતા માટે કામના કરૂ છું. આ ફિલ્મ સંજય દત્ત માટે ખૂબ જ ખાસ છે. હું ફિલ્મના નિર્માતા અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવુ છું.

ભાઈની ગેરહાજરીમાં બહેનની ‘પોલીસગિરી’
રાહુલ અગ્રવાલ આ પ્રસંગે સંજયની ગેરહાજરીથી લાગણીશીલ બની ગયા હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
