Preview : આ રહ્યા 5 કારણો ભૂતનાથ રિટર્ન્સ જોવાનાં!
મુંબઈ, 10 એપ્રિલ : આ શુક્રવારે પડદા પર અમિતાભ બચ્ચનની ફિલ્મ ભૂતનાથ રિટર્ન્સ રિલીઝ થવા જઈ રહી છે. વડીલો કરતા બાળકોને આ ફિલ્મનો વધુ ઇંતેજાર છે. ફિલ્મ ચૂંટણીના માહોલ વચ્ચે રિલીઝ થઈ રહી છે. તેથી તેના બિઝનેસ પર અસર પડી શકે છે, પરંતુ આવી તમામ મુશ્કેલીઓથી દૂર અમિતાભ બચ્ચન સહિત ફિલ્મની આખી ટીમ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આને પોતાના કામના પ્રત્યે અમિતાભ બચ્ચનનું સમર્પણ કહો કે પછી મહોબ્બત કે જેના પગલે તેમણે પોતાના પત્ની જયા બચ્ચનનો ગઈકાલે જન્મ દિવસ ન ઉજવ્યો અને દુબઈ પહોંચી ગયાં ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મના પ્રમોશન માટે. હાલ તો ફિલ્મમાં તે તમામ રોચક તથ્યો છે કે જેથી દર્શકો ખાસકરીને બાળકો તેને જોવા માટે થિયેટર જાય. તેથી ફિલ્મને ઉનાળાના વૅકેશન દરમિયાન રિલીઝ કરવામાં આવી રહી છે.
ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મની બીજી ખાસિયત છે બોમન ઈરાની કે જેઓ ફિલ્મમાં વિલન છે. તેઓ ભ્રષ્ટ નેતાના રોલમાં છે. ફિલ્મનું વધુ એક મહત્વનું પાત્ર અખરોટ છે કે જેને પડદા ઉપર પાર્થ જીવંત કરી રહ્યો છે. તેના પ્રત્યે પણ લોકો બહુ ઉત્સુક જણાય છે. સરવાળે ફિલ્મના ટ્રેલરને બહુ મહત્વ અપાયું છે. જોઇએ ફિલ્મ રૂપેરી પડદે કેવી કમાલ બતાવે છે.
ચાલો તસવીરો સાથે જાણીએ ભૂતનાથ રિટર્ન્સ જોવાના પાંચ કારણો :

આ ભૂત ડરાવતો નથી, હસાવે છે
પોતાના પ્રથમ ભાગની જેમ જ ભૂતનાથ રિટર્ન્સનો ભૂત પણ ખૂબ મજાનો છે. તેનાથી બાળકો ડરતા નથી, પણ બાળકોને તે ભૂત બહુ ગમે છે, કારણ કે આ ભૂત બાળકોને ડરાવતો નથી, બલ્કે મદદ કરે છે, તેમની સાથે રમે છે, ડાન્સ કરે છે.

બહુ સ્માર્ટ છે આ ભૂત
ભૂતનાથ રિટર્ન્સનો ભૂત બહુ સ્માર્ટ છે. તે બીજા ભૂતોની જેમ ભયાનક નથી દેખાતો, પણ બહુ અપ-ટુ-ડેટ છે. તે સૂટ અને કોટમાં લોકોને મળે છે અને અંગ્રેજીમાં વાતો કરે છે.

ભૂતનાથની સિક્વલ
ભૂતનાથ રિટર્ન્સ 2008માં આવેલી ભૂતનાથની સિક્વલ છે. ભૂતનાથ બહુ પસંદ કરાઈ હતી. તેથી ભૂતનાથ રિટર્ન્સ પ્રત્યે લોકોનો રસ વધી ગયો છે.

રાજકારણ પર કટાક્ષ
ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મ ભ્રષ્ટ વહિવટી તંત્ર તથા ગંદા રાજકારણ પર તીખુ વ્યંગ્ય છે. તેથી ચૂંટણીના માહોલમાં આ ફિલ્મ જરૂર જોવી જોઇએ.

હની સિંહ
તાજેતરની તમામ હિટ ફિલ્મોમાં યો યો હની સિંહના ગીતોનો તડકો લાગે છે. શાહરુખથી લઈ સન્ની લિયોન સુધીને પોતાના ઇશારે નચાવનાર હની સિંહે અમિતાભ પાસે પણ ઠુમકા લગાવ્યાં છે. હનીના ગીત પર અમિતાભ ઠુમકા લગાવતા કેવા દેખાય છે, તે જોવા પણ આ ફિલ્મ જરૂર જોવી જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
