1st Day 1st Show: જાણો પ્રેમ રતન ધન પાયોનું બોક્સ ઓફિસ કલેક્શન
ભારતભરના 2600 સ્ક્રીનમાં પ્રેમ રતન ધન પાયો ફિલ્મ શુક્રવારે રિલિઝ થઇ. પહેલા દિવસ પહેલો શો તમામ થિયેટરમાં હાઉસફૂલ રહ્યો હતો. એટલું જ નહીં આ ફિલ્મનું જે એડવાન્સ બુકિંગ થયું છે તે જાતો આ ફિલ્મના બીજા બે દિવસ સુધીના તમામ શો હાઉસફૂલ જ રહેશે. જે તે બાતવે છે કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. અને આગણ પણ જોરદાર કમાણી કરવાની છે.
એમ તો લોકોને સલમાન ખાનનો દબંગી અવતાર ગમે છે પણ જ્યારે તે પ્રેમ બને છે ત્યારે તેમના જેવો પ્રેમ કોઇ જ નથી બની શકતું. અને આ જ કે ફિલ્મ પ્રેમ રતન ધન પાયો ખૂબ જ સરળતાથી બ્લોકબસ્ટર ફિલ્મ બની જશે. અને આ વાતો અમે કોઇ પોકળ દાવો નથી કરતા અમારી પાસે આ વાતોનો દાવો પણ છે.
આ ફિલ્મની રિલિઝ બાદ જ્યાં ક્રિટિક્સ અને ફેન્સનો મિક્સ રિસ્પોસ મળી રહ્યો છે. ત્યારે કેટલાક લોકોને આ ફિલ્મ ખૂબ જ ગમી છે તો કેટલાકને લાગી છે તે બેકાર. પણ ફિલ્મના જાણકારોનું માનીએ તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરશે. ત્યારે પહેલા દિવસે પ્રેમ રતન ધન પાયેએ કેટલી કમાણી કરી અને આવનારા દિવસોમાં તે કેટલી કમાણી કરશે અને કેવા રહેશે તેના બોક્સ ઓફિસ રિપોર્ટ તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બમ્પર શરૂઆત
ફિલ્મ પ્રેમ રતન ધન પાયોએ બોક્સ ઓફિસ પર બમ્પર શરૂઆત કરી છે. આ ફિલ્મે પહેલા દિવસના તમામ શો મોટેભાગે હાઉસફુલ રહ્યા હતા.

પહેલા દિવસ 50!
ભારતભરના 2600 સ્ક્રીન પર રિલિઝ થયેલી આ ફિલ્મ પહેલા જ દિવસે 45 થી 50 કરોડની કમાણી બોક્સ ઓફિસ પર કરી છે.

4 દિવસનો વીકએન્ડ
આ ફિલ્મ દિવાળીના બીજા દિવસે રિલિઝ થઇ અને આ આખું અઠવાડિયું રઝા હોવાના કારણે તેને કુલ 4 વીકએન્ડનો ટાઇમ મળ્યો છે. જે કેટલાક રેકોર્ડ તોડવા માટે એકદમ યોગ્ય છે.

200 કરોડનું વીકએન્ડ
જાણકારોનું માનીએ તો ફિલ્મ બે દિવસમાં આરામથી 200 કરોડનો આંકડો આંબી જશે. ટ્રેન્ડ પંડિતો આ ફિલ્મ ગણાવી રહ્યા છે બમ્પર હિટ.

દિવાળી ટાઇમ
નોંધનયી છે કે આ ફિલ્મ દિવાળીની રજાઓ સમયે રિલિઝ થઇ છે અને આ એક ફેમિલી ફિલ્મ છે ત્યારે પરિવારની સાથે પરિવારિક ફિલ્મ જોવી લોકોને જરૂરથી ગમશે.

300 કરોડ
આ ફિલ્મ અઠવાડિયામાં 300 કરોડ તો જરૂરથી કમાશે તેવું ટ્રેન્ડ પંડિતોનું કહેવું છે. અને બની શકે કે આ ફિલ્મ તેનાથી પણ વધુ કમાય.

સલમાન ખાન
પ્રેમ રતન ધન પાયો સલમાન ખાનની સૌથી મોટી હિટ સાબિત થઇ શકે છે. અત્યાર સુધી આ રેકોર્ડ 27 કરોડની કમાણી કરનાર બજરંગી ભાઇજાન પાસે હતો.

સોનમનું લક
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ જતા સોનમ કપૂરના નસીબ તો તેનાથી ચમકશે જ તે વાત તો પાક્કી જ છે. કારણ કે લાંબા સમયથી સોનમ કોઇ હીટ ફિલ્મ નથી કરી.

શાહરૂખનો રેકોર્ડ
આ ફિલ્મથી શાહરૂખ ખાનની હેપ્પી ન્યૂ યરની 44 કરોડની ઓપનિંગ ટૂટવાની શક્યતા વધી ગઇ છે.

હાઉસફૂલ બુકિંગ
ત્યારે હાલ તો 3 દિવસ સુધી આ ફિલ્મની ટિકિટો મળવી મુશ્કેલ છે કારણ કે આ ફિલ્મના મોટા ભાગના શો એડવાન્સ બુકિંગના કારણે હાઉસફુલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
