બૉલીવુડના મશહૂર વિલન પ્રાણનું પ્રાણ પંખેરુ ઉડી ગયું
મુંબઇ. 13 જુલાઇ: બૉલીવુડના જાણીતા વિલન પ્રાણે 12 જુલાઇના રોજ લગભગ 8:30 વાગે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાણ બૉલીવુડના એક જાણીતા વિલન હતા. પ્રાણ સાહેબના મોત પર બૉલીવુડમાં ગમનો માહોલ છવાઇ ગયો છે. પ્રાણ સાહેબ થોડા દિવસોથી બિમાર હતા અને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હત. પ્રાણ દરેકના અંગત હતા બલે તે પડદા પર નેગેટિવ શેડ્સ માટે રહેતા હતા પરંતુ અસલ જીંદગીમાં પ્રાણ સાહેબ ખૂબ જ જીંદાદિલ માણસ હતા. પ્રાણ બૉલીવુડમાં ખાસ માનવામાં આવતા હતા. અમિતાભ બચ્ચનથી માંડીને બૉલીવુડના દરેક અભિનેતાએ પ્રાણ સાથે કામ કર્યું છે અને તેમનો અભિનય આજે પણ લોકોના દિલમાં જીવીત છે.
પ્રાણે પોતાના કેરિયરની શરૂઆત ખાનદાન ફિલ્મ દ્વારા એક રોમેન્ટિક એક્ટર તરીકે કરી હતી. ત્યારબાદ પ્રાણે બીજી ઘણી ફિલ્મો કરી છે જેમાં તેમને રોમેન્ટિક પાત્ર ભજવ્યા છે પરંતુ સૌથી વધુ પ્રાણની ઓળખ તેમના નેગેટિવ અને વિલનના પાત્ર ભજવ્યા છે. પ્રાણે બૉલીવુડમાં લગભગ 350 ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મો માટે બેસ્ટ વિલનનો એવોર્ડ પણ મળ્યો છે અને સાથે જ પ્રાણને બૉલીવુડના એક સારા વિલન અને એક્ટરના રૂપમાં ઓળખાતા હતા. પ્રાણને તાજેતરમાં જ દાદાસાહેબ ફાળકે પુસ્કારથી નવજવામાં આવ્યા હતા.

પ્રાણે ઘણાબધાઅ નેગટિવ પાત્ર ભજવ્યા બાદ અમિતાભ બચ્ચની ફિલ્મ જંજીરમાં અમિતાભ સાથે ગાઢ મિત્રની ભૂમિકા ભજવી હતી અને તેમને આ ફિલ્મમાં પ્રાણના પાત્રને ખૂબ પ્રશંસા મળી હતી, પ્રાણને ઉપકાર, આંસૂ બન ગયે ફૂલ, બેઇમાન માટે ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. આ સાથે જ વર્ષ 1997માં પ્રાણને ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. પ્રાણનું નિધન આજે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં લગભગ રાત્રે 8.30 વાગે નિપજ્યુ6 હતું. પ્રાણ હંમેશ પોતાના પ્રશંસકોના દિલમાં જીવીત રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
