એક વિલનમાં પ્રાચીનું ‘આવારી...’ આયટમ સૉંગ, ફર્સ્ટ લુક રિલીઝ
મુંબઈ, 27 મે : બૉલીવુડ અભિનેત્રી પ્રાચી દેસાઈ દિગ્દર્શક મોહિત સુરીની આગામી ફિલ્મ એક વિલનમાં એક આયટમ સૉંગ કરી રહ્યાં છે. આવારી... નામના આયટમ સૉંગનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને તેનો ફર્સ્ટ લુક પણ રિલીઝ થઈ ગયો છે.
એક વિલન ફિલ્મમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા તથા અભિનેત્રી શ્રદ્ધા કપૂર એક સાથે નજરે પડવાના છે. ફિલ્મના થિયેટ્રિકલ ટ્રેલરના લૉન્ચિંગ બાદ એવું લાગી રહ્યું છે કે શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ નવી જોડી રૂપેરી પડદે મોટી કમાલ બતાવવા આતુર છે, તો બીજી બાજુ મોહિત સુરીએ ફિલ્મમાં પ્રાચી દેસાઈનું હૉટ આયટમ સૉંગ ઉમેરી ફિલ્મમાં તડકો લગાવવાનો પ્રયત્ન કર્યો છે.
વર્ષ 2008માં આવેલી રૉકઑન ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર પ્રાચીએ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા, બોલ બચ્ચન તથા પોલીસગિરી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કહે છે કે પ્રાચીએ જ મોહિત સુરીની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને મોહિતે તેમની ઇચ્છા તરત જ સ્વીકારી લઈ તેમને આવારી આયટમ સૉંગ માટે કાસ્ટ કરી નાંખી.
ચાલો જોઇએ એક વિલન ફિલ્મમાં પ્રાચી દેસાઈનો આવારી લુક :

આવારી...નો ફર્સ્ટ લુક
એક વિલન ફિલ્મમાં પ્રાચી દેસાઈ આવારી... આયટમ સૉંગ કરી રહ્યાં છે કે જેનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તેમાં પ્રાચી દેસાઈ ખૂબ જ હૉટ લાગી રહ્યાં છે.

મોહિતે પૂરી કરી ઇચ્છા
પ્રાચી દેસાઈ મોહિત સુરીની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને મોહિતે તેમને એક વિલનમાં કાસ્ટ કરી તેમની ઇચ્છા પૂર્ણ કરી દીધી છે.

પાક બૅન્ડે કર્યું કમ્પોઝિંગ
એક વિલનના સહ-નિર્માતા તનુજ ગર્ગના જણાવ્યા મુજબ આવારી... ગીતને શૂટ કરવા માટે ફિલ્મ સિટીમાં સેટ તૈયાર કરાયું છે. એક પાકિસ્તાની બૅન્ડે આ ગીતને કમ્પોઝ કર્યું છે.

ઇંટરવલ પહેલા આવશે ગીત
આવારી... ગીતને ફિલ્મમાં ઇંટરવલ પહેલા કોઇક સ્લૉટમાં ફિટ કરાશે. ગીતમાં પ્રાચી સાથે એક એક્ટરને પણ કાસ્ટ કરાયો છે કે જેનું નામ હજી જાહેર નથી કરાયું.

રૉકઑન સાથે શરૂઆત
પ્રાચી દેસાઈએ વર્ષ 2008માં આવેલી રૉકઑન ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું.

હિટ ફિલ્મોનો ભાગ પ્રાચી
પ્રાચીએ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા, બોલ બચ્ચન તથા પોલીસગિરી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

સિદ્ધાર્થ-શ્રદ્ધા
એક વિલન ફિલ્મમાં લીડ રોલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર છે.

ઇંટીમેટ સીન્સ
એક વિલન ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઇંટીમેટ સીન્સ પણ છે.

રીતેશ પણ મહત્વના રોલમાં
એક વિલન ફિલ્મમાં રીતેશ દેશમુખ પણ મહત્વના રોલમાં છે કે જે આ પોસ્ટર દ્વારા સમજી શકાય છે. પોસ્ટરમાં વચ્ચે શ્રદ્ધા કપૂર છે, તો એક બાજુ સિદ્ધાર્થ અને બીજી બાજુ રીતેશનો ચહેરો દેખાય છે.

આવતા મહીને રિલીઝ
આશિકી 2 ફૅમ શ્રદ્ધા કપૂર અને સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફૅમ સિદ્ધાર્થ મલ્હોત્રાની જોડી ધરાવતી ફિલ્મ એક વિલન આવતા મહીને રિલીઝ થવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
