પ્રભુ દેવા તો વિજળીની જેમ નાચે છે : શાહરુખ
મુંબઈ, 28 નવેમ્બર : બૉલીવુડના મિસ્ટર બાદશાહ એટલે કે શાહરુખ ખાન આજકાલ પોતાના મિત્ર ફરાહ ખાનની ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરમાં વ્યસ્ત છે. ફિલ્મમાં ફરી એક વાર શાહરુખ-દીપિકાની જોડી નજરે પડવાની છે. ફિલ્મ અંગે વાત કરતાં શાહરુખે ડાન્સ કિંગ પ્રભુ દેવાના ભારે વખાણ કર્યાં. ફિલ્મના એક ગીતમાં પ્રભુ દેવાએ શાનદાર ડાન્સ કર્યો છે.
હૅપ્પી ન્યુ ઈયરમાં પ્રભુ દેવાના ડાન્સના વખાણ કરતાં કિંગ ખાને ટ્વિટર પર લખ્યુ છે - પ્રભુ દેવા સરને નૃત્ય કરતા જોવા બહુ મજાનું છે. હૅપ્પી ન્યુ ઈયરને જગમગાવવા માટે આપનો આભાર. આપ તો વિજળીની જેમ ડાન્સ કરો છો. હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે ઉપરાંત અભિષેક બચ્ચન તેમજ બોમન ઈરાની પણ છે. કિંગ ખાને એલાન કર્યું છે કે તેઓ હૅપ્પી ન્યુ ઈયર બાદ એક લાંબુ બ્રેક લેશે અને પરિવાર સાથે રજાઓ પસાર કરશે.શાહરુખે જણાવ્યું કે તેમની પાસે મનીષ શર્મા, રાહુલ ધોળકિયા, અનુરાગ કશ્યપ, આર બાલ્કી જેવા અનેક નિર્માતા-દિગ્દર્શકોની ઑફર્સ છે, પરંતુ હાલ તેમણે કોઈને પણ હા કહી નથી. જ્યારે પણ હા કહેશે, જણાવશે. હાલ તો શાહરુખ ખાન ફરાહની ફિલ્મ બાદ થોડોક આરામ કરવા માંગે છે. શાહરુખ-ફરાહે મૈં હૂં ના અને ઓમ શાંતિ ઓમ જેવી હિટ ફિલ્મો આપી છે. આ તેમની ત્રીજી ફિલ્મ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
