પ્રભાસની સાહોને કારણે આ ફિલ્મોની રિલીઝ ડેટ બદલાઈ
બાહુબલી સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો 30 ઓગસ્ટે 2019 ના રોજ રીલિઝ થશે. પહેલા આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી
બાહુબલી સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો 30 ઓગસ્ટે 2019 ના રોજ રીલિઝ થશે. પહેલા આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ તેને 30 ઓગસ્ટ સુધી રિલીઝ લંબાવી દેવામાં આવી હતી. જોકે, હવે સાહો 30 ઓગસ્ટે આવી રહી છે, તેને કારણે ઘણી ફિલ્મોએ તેની રિલીઝની તારીખો બદલી છે. તે સ્પષ્ટ છે કે કોઈ પણ સાહો જેવી મોટી બજેટની ફિલ્મ સાથે ટક્કર લેવા નથી માંગતું.

સાહો ફિલ્મની સોલો રિલીઝ માટે બીજી ફિલ્મના નિર્માતાઓએ પોતાની ફિલ્મની તારીખ બદલીને સમર્થન આપ્યું છે આવી સ્થિતિમાં, સાહોના નિર્માતાઓએ બીજી ફિલ્મ્સના નિર્માતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે કારણ કે તેઓએ તેમની રિલીઝ તારીખો બદલી છે અને સાહો સાથે ટકરાતા નથી. તમને જણાવી દઈએ કે, બોલિવૂડ ફિલ્મ છીછોરે અને મેડ ઇન ચાઇના પણ 30 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ તેમને તારીખ બદલી નાખી છે.
દેશભરમાંથી લગભગ ચાર ફિલ્મોએ સાહો માટેની તારીખો બદલી નાખી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું શૂટિંગ હિન્દી, તમિલ અને તેલુગુ ત્રણ ભાષાઓમાં કરવામાં આવ્યું છે. પ્રભાસ અને શ્રદ્ધા કપૂર ઉપરાંત સાહો ફિલ્મમાં નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરુણ વિજય અને મુરલી શર્મા છે.
સાહો ફિલ્મનું કુલ બજેટ 300 કરોડ છે અને આ બજેટનો અડધો ભાગ તેના એક્શન સીન પર ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મના 8 મિનિટના એક્શન સિક્વન્સ પર 70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
તેમાં કોઈ શંકા નથી કે માત્ર ચાહકો જ નહી, પણ ફિલ્મ ઉદ્યોગ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બાહુબલી સિરીઝ પછી આ પ્રભાસની આગામી ફિલ્મ હશે, જે આટલા મોટા પાયે બનાવવામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર સુજીત છે.
આ પણ વાંચો: ગોવિંદા ગંભીર માનસિક બિમારીથી પીડાઈ રહ્યા છે, નજીકના મિત્રોનો દાવો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
