પ્રભાસની 'સાહો' નું બજેટ સાંભળી હોશ ઉડી જશે, પૂરા 350 કરોડ
પ્રભાસની ફિલ્મ સાહોનું ટ્રેલર રિલીઝ થયું. સ્પષ્ટ છે કે આ ફિલ્મ એક્શનના સ્તરે હોલીવુડની ફિલ્મોને કડક ટક્કર આપતી જોવા મળી રહી છે.
પ્રભાસની ફિલ્મ સાહોનું ટ્રેલર રિલીઝ થયું. સ્પષ્ટ છે કે આ ફિલ્મ એક્શનના સ્તરે હોલીવુડની ફિલ્મોને કડક ટક્કર આપતી જોવા મળી રહી છે. સ્પષ્ટ ખબર પડે છે કે ફિલ્મ પર કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. અગાઉ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે સાહોનું બજેટ 250 કરોડની નજીક હશે.
પરંતુ હવે પ્રભાસે ખુદ મીડિયા ઇન્ટરવ્યૂમાં તેનું બજેટ જાહેર કર્યું છે. જેને જાણીને તમારા હોશ ઉડી જશે. તમને જણાવી દઈએ કે સુજીત સરકાર દિગ્દર્શિત 'સાહો' આ વર્ષની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. થ્રિલર અને એક્શનને કારણે આ ફિલ્મનું બજેટ પણ કરોડોનું કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રભાસે સાહોના બજેટનો ખુલાસો કરતાં કહ્યું છે કે હા, તે સાચું છે. સાહોનું બજેટ 350 કરોડ રૂપિયા છે.

ચેસ સિક્વન્સ માટે 80 કરોડ
એવું માનવામાં આવે છે કે આ ફિલ્મે એકશન સીન પર સૌથી વધુ ખર્ચ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક્શન સિક્વન્સ માટે નિર્માતાઓએ અબુધાબીમાં 80 કરોડ લગાવ્યા છે.

ફેન્સ વચ્ચે ચર્ચા
તમે આ પહેલા ઘણી ફિલ્મોમાં VFX નું કામ જોયું હશે. પરંતુ સાહોમાં શ્રેષ્ઠ VFX નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે આ ફિલ્મ બનાવવા માટે એક વર્ષથી વધુ સમય લાગ્યો છે.

આ છે પ્રભાસની ફીસ
તાજેતરની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસ 'સાહો' માટે એટલી ફી લઇ રહ્યા છે જે કોઈ ફિલ્મની સુપરહિટ કમાણી સમાન છે. એવા સમાચાર છે કે પ્રભાસને સાહો માટે 100 કરોડની ફી આપવામાં આવી છે. જે ખુબ જ ચોંકાવનારું છે. તેમજ પ્રભાસને ફિલ્મની કમાણીનો 50 ટકા ભાગ મળી શકે છે.

આ છે આખી કાસ્ટ
30 ઓગસ્ટે રિલીઝ થનારી સાહો આ વર્ષની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમમાં રિલીઝ થશે. પ્રભાસ સિવાય જેકી શ્રોફ, ચંકી પાંડે, નીલ નીતિન મુકેશ અને શ્રદ્ધા કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવશે.

આ ખબર પણ સામે આવી
મિડ ડેની ખબર અનુસાર, પ્રભાસે સાહો માટેની તેની ફી 30 કરોડની નજીક રાખી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુમાં રિલીઝ થશે. પહેલા આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ હવે તેને 30 ઓગસ્ટે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
