'આદિપુરૂષ' ટ્રોલ થયા બાદ ડાયરેક્ટર ઓમ રાઉત પર ગુસ્સે થયો પ્રભાસ?, બોલ્યા- કમ ટુ માય રૂમ
બાહુબલી સ્ટાર પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મનું ટીઝર અયોધ્યામાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આદિપુરૂષ ફિલ્મમાં બતાવવામાં આવેલા VFXને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ રહી છે.
બાહુબલી સ્ટાર પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મનું ટીઝર અયોધ્યામાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આદિપુરૂષ ફિલ્મમાં બતાવવામાં આવેલા VFXને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ રહી છે. દરમિયાન, ફિલ્મના લીડ એક્ટર પ્રભાસ બિલકુલ ખુશ નથી. પ્રભાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે નિર્માતા ઓમ રાઉત પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે.

ઓમ રાઉત પર કેમ ભડક્યા પ્રભાસ?
ઉલ્લેખનિય છેકે સોશિયલ મીડિયા પર આદિપુરુષ ફિલ્મમાં બતાવવામાં આવેલા VFXની સરખામણી મોબાઇલ ગેમ ટેમ્પલ રન ગેમ સાથે કરવામાં આવી રહી છે. બીજી તરફ, ફિલ્મને લઈને બોયકોટ ટ્રેન્ડ કરી રહ્યો છે. ફિલ્મ નિર્માતા ઓમ રાઉત કે પ્રભાસ આનાથી ખુશ નથી. આ દરમિયાન, કુલ દેખાતા પ્રભાસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઓમ રાઉતને ગુસ્સામાં રૂમમાં આવવાનું કહી રહ્યાં છે.
|
ડાયરેક્ટરને કહ્યું- કમ ટુ માય રૂમ
પ્રભાસનો આ વીડિયો એક ફેન ક્લબે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઘણા લોકોની સામે પ્રભાસ ઓમ રાઉત સામે આંગળી વડે ગુસ્સાથી ઈશારો કરીને કહી રહ્યો છે કે, 'ઓમ કમ ટુ માય રૂમ.' જેના પર ઓમનો અવાજ સંભળાય છે કે 'આઇ એમ કમિંગ'.

પ્રભાસનુ આ રૂપ જોઇ ફેન્સ થયા હેરાન
આ વીડિયો બાદ લાગી રહ્યું છે કે પ્રભાસ ઓમ રાઉતથી ઘણો નારાજ છે. પ્રભાસના ચહેરા પર થોડો ગુસ્સો જોવા મળી રહ્યો છે. પ્રભાસ જે રીતે ઓમ રાઉત તરફ આંગળી કરી રહ્યો છે તે દર્શાવે છે કે ઓમ રાઉત અને તેની વચ્ચે કંઈક ઠીક નથી. પ્રભાસનો આ લુક જોઈને ફેન્સ પણ ખૂબ જ હેરાન છે.

ઓમ રાઉતથી નારાજ છે પ્રભાસ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ આદિપુરૂષનુ ટીઝર સામે આવ્યા બાદ પ્રભાસ ડિરેક્ટર ઓમ રાઉતથી ઘણો નારાજ હતો. જો કે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રભાસે ફિલ્મના વધુ પ્રમોશન માટે ઓમ રાઉતને પોતાના રૂમમાં બોલાવ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે પ્રભાસ જાહેરમાં આ રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે.

આ દિવસે રિલિઝ થશે ફિલ્મ
આદિપુરુષ ફિલ્મના ટીઝરની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેની ભારે ટ્રોલિંગ થઈ રહી છે. આ ટીઝર 2 ઓક્ટોબરે અયોધ્યામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કૃતિ સેનન અને પ્રભાસ અભિનીત આ ફિલ્મ 12 જાન્યુઆરી 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ બંને સિવાય સૈફ અલી ખાન આ ફિલ્મમાં રાવણ અને સની સિંહ લક્ષ્મણના રોલમાં જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
