બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી' નું પહેલુ પોસ્ટર રિલીઝ, મોદી લુકમાં વિવેક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે. વિવેક ઓબેરોય નરેન્દ્ર દામોદર દાસ મોદીના લુકમાં જોવા મળી રહ્યા છે. તેમણે લગભગ પીએમ મોદીના લુકને મેચ કર્યુ છે. તેમની પાછળ રાષ્ટ્રીય ધ્વજ લહેરાતો જોવા મળી રહ્યો છે અને ફિલ્મને પંચલાઈન આપવામાં આવી છે ઉ- દેશભક્તિ જ મારી શક્તિ. ફિલ્મનું પોસ્ટર 23 ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યુ છે. નોંધનીય છે કે 2019 પહેલા આ ફિલ્મ મોદી માટે માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મનું નિર્દેશન કરી રહેલા ઓમંગ કુમાર આ પહેલા સરબજીત અને મેરી કોમની બાયોપિક પણ બનાવી ચૂક્યા છે. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી ચાલી અને ફેન્સની અપેક્ષાઓ પર પણ ખરી ઉતરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બાયોપિકમાં તેમના જીવનની ઘણી ઘટનાઓને પડદા પર ઉતારવામાં આવશે. આ ફિલ્મથી વિવેક ઓબેરોયને ઘણી અપેક્ષાઓ છે. તે ઘણા વર્ષો બાદ આ ફિલ્મથી કમબેક કરવા જઈ રહ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસર્સમાં વિવેક ઓબેરૉયના પિતા સુરેશ ઓબેરૉય પણ શામેલ છે.
હાલમાં વિવેક બોલિવુડમાં નહિ પરંતુ સાઉથની ફિલ્મોમાં વધુ સક્રિય છે. તેમણે અજીત કુમાર સાથે વિવેગમ જેવી સુપરહિટ ફિલ્મ પણ આપી હતી. મીડિયાના રિપોર્ટ અનુસાર બાયોપિકમાં પ્રાઈમ મિનિસ્ટરની ભૂમિકા માટે વિવેક ઓબેરૉયને સિલેક્ટ કરતા પહેલા પરેશ રાવલને કન્સીડર કરવામાં આવી રહ્યા હતા. ફિલ્મનું શૂટિંગ દિલ્લી, ગુજરાત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
