Special Screening : આઝાદ સંજય દત્તે ફૅમિલી સાથે જોઈ PK
મુંબઈ, 26 ડિસેમ્બર :
એક બાજુ વિધુ વિનોદ ચોપરા નિર્મિત અને રાજકુમાર હીરાણી દિગ્દર્શિત ફિલ્મ પીકે બૉક્સ ઑફિસે ધમાલ મચાવી રહી છે, તો બીજી બાજુ ફિલ્મમાં લીડ રોલ કરી રહેલા આમિર ખાન આ સફળતાની ઉજવણી ફિલ્મના વધુ એક એક્ટર સંજય દત્ત સાથે કરી રહ્યા છે.
સંજય દત્ત ગઈકાલે જ પુણેની યરવડા જેલમાંથી છુટ્યાં છે અને વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાણી તથા આમિર ખાને પીકેમાં ભૈરોસિંહનો રોલ કરનાર સંજય દત્ત માટે ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું કે જેથી સંજય દત્ત પોતાની આ ફિલ્મ જોઈ શકે.
પીકે પ્રોડક્શન ટીમ તરફથી એક નિવેદનમાં જણાવાયું કે સંજય દત્તે ફિલ્મનું એક પણ સીન આ પહેલા નહોતુ જોયું. સંજયને ફિલ્મના પ્રમોશનમાં ભાગ ન લઈ શકવાનો પણ અફસોસ છે. હવે સંજય 14 દિવસ માટે આઝાદ છે અને તેમણે સાંતાક્રૂઝ ખાતે આવેલ થિયેટરમાં પીકે ફિલ્મ જોઈ.
ચાલો તમે પણ જુઓ સંજય માટે યોજાયેલ પીકેના સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો :

સંજય માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ
સંજય દત્ત જેલમાંથી છુટતાં નિર્માતા વિધુ વિનોદ ચોપરા, આમિર ખાન અને રાજકુમાર હીરાણીએ તેમના માટે પીકેનું વિશેષ સ્ક્રીનિંગ યોજ્યુ હતું.

પુત્ર સાથે સંજૂ
સંજય દત્ત પીકે જોવા માટે પોતાના નાનકડા દીકરા સાથે પહોંચ્યા હતાં.

આખો પરિવાર
સંજય દત્તનો આખો પરિવાર સ્ક્રીનિંગમાં હાજર હતો કે જેમાં માન્યતા અને બે બાળકોનો સમાવેશ થાય છે.

સંજૂ-આમિર
સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન આમિર સાથે સંજય.

હૅપ્પી મોમેંટ
આ છે સંજય દત્તની હૅપ્પી મોમેંટ.

વધુ એક
સંજય દત્ત આમિર ખાન સાથે ખૂબ જ ખુશ જણાય છે.

હીરાણી-સંજૂ-વિધુ
સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન રાજકુમાર હીરાણી, સંજય દત્ત અને વિધુ વિનોદ ચોપરા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
