Formula Revealed : 3 ઇડિયટ્સના આ 5 મંત્રો જપ્યાં અને પીકે બની હિટ!
મુંબઈ, 9 જાન્યુઆરી : આમિર ખાન અને અનુષ્કા શર્મા અભિનીત પીકે સારી છે કે નરસી? આ પ્રશ્ન પર વિચાર કરવાનો હવે કોઈ ફાયદો નથી, કારણ કે પીકે એક વાર્તા નહીં, પણ એક વિચારસરણી હતી કે જે ગુડ કે બૅડ નથી હોતી. વિચારસરણી માત્ર એક અભિગમ છે અને તે સૌનો જુદો-જુદો જ હોય છે. તેથી પીકે જેમની વિચારસરણી સાથે મૅચ થઈ, તેમના માટે રાઇટ નંબર રહી અને મૅચ ન થઈ, તેમના માટે રૉંગ નંબર રહી.
તાજેતરમાં જ અનુષ્કા શર્માએ એક અંગ્રેજી વેબસાઇટ સાથે પીકે અને તેની સફળતા અંગે વાતોવાતોમાં કેટલાક વણકહેલા ખુલાસા અજાણતા જ કરી નાંખ્યાં. અનુષ્કાએ પીકેની સફળતાના પાંચ મંત્રો ગણાવી નાંખ્યા કે જેના કારણે પીકે સુપર હિટ રહી. ખાસ વાત એ છે રાજકુમાર હીરાણી દિગ્દર્શિત પીકે માટે અનુષ્કા શર્માથી લઈ આમિર ખાન સુધીની ટીમે 3 ઇડિયટ્સના જ પાંચ મંત્રો જપ્યાં અને ફિલ્મ હિટ રહી.
ચાલો તસવીરો સાથે આપને બતાવીએ પીકે ફૉર્મૂલા :

કાબેલ બનો, સફળતા જખ મારીને આવશે
3 ઇડિયટ્સમાં એક ડાયલૉગ છે, ‘કાબિલ બનો, કામયાબી સાલી જખ મારકે પીછે આયેગી.' અનુષ્કાનું કહેવું છે કે અમારી ટીમમાં સૌએ બસ એક સારી ફિલ્મ બનાવવા માંગી. ક્યારેય એ ન વિચાર્યું કે ફિલ્મ કેટલી કમાણી કરશે અને પરિણામો સૌની સામે છે.

ડરથી ડરતા ડર વધે છે
ફિલ્મ બનાવતી વખતે હળવી શંકા હતી કે લોકોને પોતાનું સત્ય આટલુ નહીં ગમે, પણ ડરથી જેટલા ડરો, તે તેટલો જ ડરાવે છે. તેથી અમે પણ બસ પોતાનું કામ કર્યું, વગર કોઈ ભયે.

ઑલ ઇઝ વેલ
ઘણી વખત સેંસર બોર્ડે કંઇક કહ્યું તો, લોકોએ કંઇક કહ્યું, પણ અનુષ્કા શર્મા ઑલ ઇઝ વેલ કરતા-કરતા પોતાનું કામ કરતા રહ્યાં. કેટલાકે તેમના હોઠો પર કૉમેંટ કરી, તો કેટલાકે તેમના વાળો અંગે, પરંતુ હવે ઑલ ઇઝ વેલ છે!

બંને પગ તોડાવી પગ પર ઊભા રહેતા શીખી છું
અનુષ્કા શર્માનું કૅરિયર જોઇએ, તો કંઈ ખાસ સફળતાઓ નથી તેમના નામે. પોતાના એક ઇંટરવ્યૂમાં તેમણે કહ્યુ હતું કે તેઓ દીપિકા પાદુકોણેની જેમ રાતોરાત સ્ટાર નહોતા બન્યાં. તેથી 3 ઇડિયટ્સના રાજૂની જેમ તેઓ પણ પોતાના બંને પગ તોડાવી પીકેમાં ફરીથી ચાલતા શીખ્યાં.

અમે બસ એ જ ભણાવ્યું કે ભણાય કેવી રીતે
3 ઇડિયટ્સના એક સીનમાં આમિર ખાન બોર્ડ ઉપર પોતાના બંને મિત્રોના નામ લખે છે FARHANITARION - PRERAJULISATION અને પછી બોમન ઈરાનીને કહે છે, ‘મૈંને બસ યે પઢ઼ાયા કિ પઢ઼તે કૈસે હૈં.' તેવી જ રીતે પીકેમાં પણ અમે બસ એ બતાવ્યું કે ધર્મ કેવી રીતે બજાવાય?

બોનસ - કિસ કરતા નાક વચ્ચે નથી આવતું
જોકે અનુષ્કા શર્માએ આવુ નથી કહ્યું, પણ તેમની અને સુશાંત સિંહ રાજપૂતની કેમિસ્ટ્રી ફિલ્મમાં એટલી જોરદાર હતી કે અમે પોતાની જાતને આમ કહેતા રોકી ન શક્યાં કે કિસ કરવાથી નાક વચ્ચે નથી આવતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
