PK Doubts : હીરાણીને હેરાન કરી નાંખશે આ 6 સવાલ!
મુંબઈ, 23 ડિસેમ્બર : પ્રિય રાજકુમાર હીરાણી, આપની નવી ફિલ્મ મળી. બાકી બધુ તો બરાબર હતું, પણ દિમાગ થોડુંક સુન્ન થઈ ગયું છે. એવું છે ને કે આપની ફિલ્મનો દર્શકો બહુ આતુરતાપૂર્વક ઇંતેજાર કરે છે. તેવામાં આપ આ ઇંડસ્ટ્રીની છેલ્લી આશા જેવા લાગો છો સર જી. વર્ષની પણ લાસ્ટ આશા આપ જ હતાં (અનુરાગ કશ્યપની અગ્લી આવવાની બાકી છે, પણ તેમની સામે અમને કોઈ શંકા નથી રહેતી). સર જી, આપની ઉપર પણ અમે ક્યારેય શંકા નથી રહી, પણ શું કરીએ. આ વખતે આપે થોડુક કન્ફ્યુઝ કરીને રાખ્યાં છે. તેથી ખૂબ જરૂરી બની ગયુ છે કે તે પહેલા અમારા સૌના મગજ સુન્ન પડી જાયે, આપ અમારા આ 6 સવાલોનો જવાબ આપો, કારણ કે આ વખતે દર્શકો જવાબ ઇચ્છે છે.

1. સવાલ ઉઠાવી જવાબ ન આપવો... આપ તો એવા નહોતા
રાજકુમાર હીરાણીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ મુદ્દા ઉઠાવે છે અને શ્રેષ્ઠ રીતે ઉઠાવે છે, પણ એવું તો કોઈ દિગ્દર્શક નથી કરતો. રાજકુમાર હીરાણીની ખાસિયત હતી કે તેઓ આ પ્રશ્નોના ઉકેલ પણ શોધે છે. તેવામાં આ વખતે શું તેઓ પણ તે બાબતથી ડરી ગયા કે જેનાથી સૌ ડરે છે? એટલે કે ધર્મ. હીરાણીએ જેટલી પણ મુશ્કેલીઓ બતાવી, તે સામાન્ય રીતે સૌને ખબર છે, પણ ઉકેલ બતાવવામાં ખચકાટ કેમ અનુભવ્યો? કે પછી આપ પણ દબાયેલી જીભે બસ પોતાની વાત કહી ગયાં?

2. પીકેનું નામ પીકે કેમ હતું?
પ્રોમોમાં વારંવાર બતાવાયું કે પીકે છે શું? પરંતુ હિન્દીના જાણકારો જરા પ્રકાશ નાંખે કે પીકે છે શું? વ્યાકરણ મતલબ ગ્રામરમાં ક્યાં ઉપયોગ થાય છે તેનો? દુનિયાના કોઇક ખૂણે કોઇક ભાષામાં એવુ નથી બોલાતું... રાજસ્થાની, હરિયાણવી કે ભોજપુરી કે ગુજરાતી... દરેક જગ્યા ગ્રામર તો હોય જ છે ને! તો પીકે છે શું? તો પીકેમાં જ્યારે પીકે કંઇ જ છે જ નહીં... તો પીકે પીકે કેમ હતી?

3. તપસ્વીને કેમ એક્સપોઝ ન કરાયો?
ફિલ્મ ક્લાઇમૅક્સમાં જ્યારે પહોંચી, તો એવું લાગ્યું કે આ છે હાઈ પૉઇંટ, પણ બહુ ચાલાકી સાથે આપે ફિલ્મનું ક્લાઇમૅક્સ વાળી દીધું. જો દિગ્દર્શક ઇચ્છત તો ફિલ્મના માધ્યમથી તે બધા ધર્મગુરુઓને એક્સપોઝ કરી શક્યા હોત પોતાના પેલા એક પાત્ર દ્વારા, પણ બહુ સરળતાથી તેમણે ફોકસ અનુષ્કાની લવ સ્ટોરી પર નાંખી દીધો.

4. એલિયનને બુલાવવાનું પૉઇંટ શું હતુ?
ફિલ્મમાં એક એલિયન આવીને આ બધી બાબતો ઉઠાવે છે કે જે આજની યુવાન અને શિક્ષિત પેઢી સામાન્ય રીતે ઉઠાવે છે. એક એલિયન અહીં આવી આપણી ધાર્મિક આસ્થા સામે સવાલ તો ઉઠાવશે જ, તેના માટે તો બધુ નવુ હતું, પણ આપ દ્વારા તે જ સવાલ ઉઠાવવો કે જે છેલ્લી કેટલીક ફિલ્મોમાં ઉઠાવાઈ ચુક્યો છે, જે દુનિયા જાણે છે... આપણને સમજાયું નહીં.

5. તો 3 ઈડિયટ્સની સિક્વલ જ બનાવી દેવી હતી
ફિલ્મ પર 3 ઈડિયટ્સની એટલી છાપ છે કે ક્યાંકને ક્યાંક આપને તે યાદ કરવી શ્રેષ્ઠ લાગશે. ગીત બહુ સારા છે, પણ તેમાં તાજગી નથી. અહીં સુધી કે ડાયલૉગ્સ પણ ક્યાંકને ક્યાંક સેમ ટૂ સેમ છે. જેમ કે ભગવાન હૈ કહાં... ઇંટ્રોડક્શન ડાયલૉગ દરેક પગલે એટીએમ છે. આપને થ્રી ઈડિયટ્સની દરેક જગ્યાએ નૉલેજ વહેંચાતી હોય, તેવું લાગશે.

6. આપ મોટા માથાઓથી ગભરાઈ ગયાં?
રાજકુમાર હીરાણી જો ઇચ્છત તો આ ફિલ્મને ખૂબ જ મહત્વના હથિયાર તરીકે ઉપયોગ કરી શક્યા હોત,જેમ કે તેમણે ગાંધિગીરીને કરી હતી, પરંતુ તેમણે એવું કંઈ ન કર્યું અને અમારો સવાલ છે કે કેમ? ખાસ તો હાલ જ્યારે દેશમાં બાબા બિઝનેસ પુરજોરમાં ખીલી ઉઠ્યો છે, ત્યારે તેમણે અવાજ કેમ ન ઉઠાવ્યો? જેવુ કે છેલ્લી ત્રણ ફિલ્મોમાં કર્યુ હતું. શું તેમનો કદ પણ કોઈક કદાવરના આગળ નાનો પડી ગયો?

પીકે પણ તો રૉંગ નંબર છે!
તો આશા છે કા આપ અમારા ડાઉટ્સ ક્લિયર કરશો, કારણ કે સવાલ ઉઠાવવા આપે જ અમને શીખવાડ્યું છે... ભલે મુન્નાભાઈ હોય કે પછી રૅન્ચો... આપે દર્શકોને હંમેશાથી એક જ સંદેશ આપ્યો કે જેથી તેઓ આપની સાથે જોડાયેલા છે. આપની પીકે સાથે રૉંગ નંબર દ્વારા કનેક્ટ થયા... આપના દર્શક!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
