બિપાશા, કાયનાત, ગોવિંદા...બૉલીવુડ સ્ટાર્સે ધામધૂમથી ઉજવ્યો દહી-હાંડી ઉત્સવ
મુંબઈ, 21 ઑગસ્ટ : કોઈ પણ તહેવાર હોય અને તેમાં બૉલીવુડ સેલિબ્રિટીઓ ન જોડાય, તેવુ કેવી રીતે બને. તેમાં પણ દહી હાંડી જેવો ઉત્સવ હોય, તો બૉલીવુડ હસ્તીઓ મોટા ઉપાડે તેમાં ભાગ લે જ.
ગત રવિવારે રાત્રે કૃષ્ણ જન્મ થતા જ આખા દેશમાં જન્માષ્ટમીની ધૂમ મચી ગઈ, તો મુંબઈમાં સોમવારનો આખો દિવસ ગોવિંદાઓની ટોળીઓ દહી હાંડી ફોડતા દેખાઈ. મુંબઈમાં ઠેર-ઠેર દહી હાંડી ઉત્સવો યોજાયા કે જેમાં ગોવિંદાઓએ દહી હાંડી ફોડી. આ ઉત્સવમાં મુંબઈ માયાનગરીમાં જ આવેલ બૉલીવુડ પણ મોટા ઉપાડે ભાગ લે છે. સોમવારે મુંબઈ ખાતે યોજાયેલ રામ કદમ દ્વારા યોજાયેલ દહી હાંડી ઉત્સવમાં બિપાશા બાસુ, કાયનાત અરોરા, ગોવિંદા, બોમન ઈરાની, અનિલ કપૂર સહિતની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો.
ચાલો જુઓ તસવીરી ઝલક :

Bollywood Celebrate Dahi Handi Utsav
ગાયક અભિજીત ભટ્ટાચાર્ય અને રામ કદમ.

Bollywood Celebrate Dahi Handi Utsav
અનિલ કપૂર કઈ રીતે આ ઉત્સવમાં આવતા પોતાની જાતને રોકી શકે?

Bollywood Celebrate Dahi Handi Utsav
મસ્તીમાં ઝૂમતા બિપાશા બાસુ.

Bollywood Celebrate Dahi Handi Utsav
બોમન ઈરાની હાંડી ફોડવાની તૈયારીમાં.

Bollywood Celebrate Dahi Handi Utsav
ચંકી પાન્ડેની પણ હાજરી.

Bollywood Celebrate Dahi Handi Utsav
ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકર પણ દહી હાંડી ઉત્સવનું આકર્ષણ રોકી ન શક્યાં.

Bollywood Celebrate Dahi Handi Utsav
ગોવિંદા માટે ગોવિંદાનો ડાન્સ.

Bollywood Celebrate Dahi Handi Utsav
ઈશા કોપીકરે પણ જલવો પાથર્યો.

Bollywood Celebrate Dahi Handi Utsav
જિતેન્દ્ર દહી હાંડી ઉત્સવમાં મસ્તીના મૂડમાં.

Bollywood Celebrate Dahi Handi Utsav
ઝૂમી ઉઠ્યા કાયનાત અરોરા.

Bollywood Celebrate Dahi Handi Utsav
ફિલ્મ નિર્માણ છોડી દહી હાંડી ઉત્સવમાં પહોંચ્યા મધુર ભંડારકર.

Bollywood Celebrate Dahi Handi Utsav
ખલનાયક રણજીત પણ નાયક કૃષ્ણના દહી હાંડી ઉત્સવના સાક્ષી બન્યાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
