PICS : ...અને આમ થઈ સંજય દત્તની ‘ઘર વાપસી’
મુંબઈ, 8 જાન્યુઆરી : રાજકારણમાં આજ કાલ ઘર વાપસી નામનો મુદ્દો ખૂબ જગ્યો છે, પરંતુ બૉલીવુડમાં આજે એક અભિનેતાની ઘર વાપસી થઈ. હા જી, અમે સંજય દત્તની વાત કરી રહ્યા છીએ.
સંજય દત્ત આખરે આજે પુણેની યવરડા જેલમાંથી મળેલી 14 દિવસની ફર્લો રજા પૂરી થતા જેલમાં પરત ફર્યા છે. જોકે સંજયે બે અઠવાડિયાની ફર્લો રજા પૂરી થતા પહેલા રજાની અવધિ વધારવાની વિનંતીકરી હતી, પણ તે અંગે કોઈ જવાબ ન અપાયો.
એમ પણ સંજય દત્ત વારંવાર જેલમાંથી બહાર આવતા અંગે અનેક સવાલો ઊભા થતા રહે છે. તેવામાં તેમની ફર્લો રજાની અવધિ વધવાની શક્યતા ખૂબ જ ઓછી હતી.
સંજય દત્ત ગત 24મી ડિસેમ્બરના રોજ પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે ફર્લો રજા લઈ જેલમાંથી બહાર આવ્યા હતાં. જોકે તેના બે દિવસ બાદ જ મહારાષ્ટ્ર સરકારે તેમને સતત મળતી ફર્લો રજાઓ અંગે તપાસના આદેશ આપ્યા હતાં.
દરમિયાન સંજય દત્તની ફર્લો રજાની અવધિ પૂર્ણ થતાં આજે તેઓ પુણેની યવરડા જેલ પાછા ફર્યા છે. તેમના પાછા ફરતી વખતે તેમના પત્ની માન્યતા દત્ત, બંને બાળકો અને બહેન પ્રિયા દત્ત સહિત મિત્રો-પરિજનો હાજર રહ્યા હતાં.
જુઓ તસવીરો સાથે સંજય દત્તની ‘ઘર વાપસી' :

જેલ તરફ સંજૂ
સંજય દત્ત પોતાના ઘરેથી પુણેની યવરડા જેલ જવા માટે નિકળી નિકળ્યા હતાં. તેમની સાથે પત્ની માન્યતા, બે બાળકો અને મિત્રો પણ હતાં.

પ્રિયાની પણ હાજરી
સંજય દત્ત જ્યારે જેલ જવા માટે રવાના થયાં, ત્યારે તેમના પત્ની, બે બાળકો ઉપરાંત બહેન પ્રિયા દત્ત પણ હાજર હતાં.

રજાની અવધિ ન વધારાઈ
સંજય દત્તે બે અઠવાડિયાની ફર્લો રજાની અવધિ વધારવાની વિનંતીકરી હતી, પરંતુ જેલ વહિવટી તંત્ર તરફથી તેનો કોઈ જવાબ ન આવ્યો.

શાનદાર ઉજવણી
સંજય દત્તે નવા વર્ષની ઉજવણી કરવા માટે ફર્લો રજા મેળવી હતી અને તેમણે માન્યતા તથા મિત્રો સાથે નવા વર્ષની શાનદાર ઉજવણી કરી પણ હતી.

સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોઈ પીકે
સંજૂ જેલમાંથી બહાર આવતા વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાણી અને આમિર ખાને તેમના માટે પીકે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજ્યુ હતું. પીકેમાં સંજય દત્ત ભૈરોસિંહના રોલમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
