Pics : 12 વરસની ઉંમરે દિલીપના પ્રેમમાં પડ્યાં સાયરા
મુંબઈ, 11 ડિસેમ્બર : આજે ભારતીય સિનેમાના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનો જન્મ દિવસ છે. ફિલ્મી સિતારાઓના આઇકૉન દિલીપ કુમાર આજે 90 વર્ષના થઈ ગયાં છે અને તેમની સાથે છેલ્લા 46 વર્ષોથી અર્ધાંગિનીનું સફળ જીવન વિતાવનાર સાયરાબાનુએ તાજેતરમાં જ પોતાના જીવન સાથે જોડાયેલ કેટલાંક રહસ્યોનો ખુલાસો કર્યો.
સાયરાએ જણાવ્યું કે તેઓ જ્યારે માત્ર 12 વરસના હતાં, ત્યારે જ તેમને દિલીપ કુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો. બેહિસાબ પ્રેમના દૃષ્ટાંત સાયરા-દિલીપને સામાન્ય રીતે દરેક ઇવેન્ટમાં સાથે-સાથે જોવામાં આવે છે. આ વખતે દિલીપ સાહેબ પોતાનો જન્મ દિવસ ધામધૂમપૂર્વક નથી ઉજવી રહ્યાં, કારણ કે આ વખતે તેમણે પોતાના અનેક સાથીઓ જેમ કે દારા સિંહ, રાજેશ ખન્ના, યશ ચોપરા અને બાલ ઠાકરેને ગુમાવી દીધાં છે. તેથી તેઓ આ વખતે તેઓ પોતાનો જન્મ દિવસ ધામધૂમથી નથી ઉજવી રહ્યાં, પરંતુ સાયરાબાનુએ તેમના માટે પોતાના ઘરે એક નાનકડી પાર્ટી રાખી છે કે જેમાં તેમના નજીકના મિત્રો હાજર રહેશે.
વીતેલા જમાનાના સુંદર તેમજ કામણગારી અભિનેત્રીઓમાંના એક સાયરાબાનુ કે જેઓ હાલ 68 વરસના છે તેમણે જ્યારે દિલીપ સાથે લગ્ન કર્યા હતાં, તો લોકોએ એલાન કર્યુ હતું કે ઉંમરના આ ભારે તફાવત ધરાવતાં લગ્ન લાંબા ટકી નહીં શકે, પરંતુ સાયરાએ તમામ ભવિષ્યવાણીઓ ખોટી પાડી દીધી. સાયરાની નજરે દિલીપ રીયલ હીરો છે કે જેઓ ખૂબ લવિંગ અને કૅરિંગ છે.
આવો આપને તસવીરોમાં બતાવીએ સાયરા-દિલીપની કેટલીક યાદગાર ફિલ્મો અને પળો.

દિલીપ-સાયરા
સાયરાબનુને માત્ર 12 વરસની ઉંમરે દિલીપ કુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો.

દિલીપ-સાયરા
ફિલ્મી સિતારાઓના આઇકૉન દિલીપ કુમાર આજે 90 વર્ષના થઈ ગયાં છે.

દિલીપ-સાયરા
સાયરા-દિલીપને સામાન્ય રીતે કોઈ પણ ઇવેન્ટમાં સાથે જ જોવામાં આવે છે.

દિલીપ-સાયરા
દિલીપનો 89મો જન્મ દિવસ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. આ વખતે એક નાનકડી પાર્ટી રાખવામાં આવી છે.

દિલીપ-સાયરા
સાયરા-દિલીપે અનેક યાદગાર ફિલ્મો કરી છે.

દિલીપ-સાયરા
બૉલીવુડના બેસ્ટ કપલ છે દિલીપ-સાયરા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
