બૉલિવુડ હસ્તીઓએ મનાવી રક્ષાબંધન, શેર કર્યા ભાઈ બહેનના ક્યુટ Photos

રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટે બૉલિવુડ સેલેબ્સ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. જુઓ ફોટા..

મુંબઈઃ રક્ષાબંધનનો તહેવાર 11મી ઓગસ્ટે બૉલિવુડ સેલેબ્સ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આ અવસર પર બૉલિવુડના ઘણા કલાકારો અને અભિનેત્રીઓએ રક્ષાબંધનની ઉજવણી કરતી વખતે તેમના ભાઈ-બહેન સાથે સુંદર ફોટા શેર કર્યા હતા. સોહા અલી ખાન, વરુણ ધવન, કાર્તિક આર્યન સહિત અન્ય સેલિબ્રિટીઓએ ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા છે.

સોહા-સૈફ

સોહા-સૈફ

સોહા અલીએ પોતાના ભાઈને રાખડી બાંધ્યા બાદ આ ફોટો શેર કર્યો હતો. વરુણ ધવન હાથ પર રાખડી બતાવતા પોઝ આપતો જોવા મળ્યો હતો.

તૈમૂર અને જેહ

તૈમૂર અને જેહ

સૈફ અલીના પુત્ર જેહ અને તૈમુરને સોહા અલીની પુત્રીએ રાખડી બાંધી હતી. ફોટોમાં સૈફ જેહને તેની બહેન દ્વારા ટીકો લગાવડાવતો જોવા મળે છે. તમામ બાળકો અને સૈફે પરંપરાગત કુર્તા પાયજામા પહેર્યા છે. જેમાં બધા ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

ફહારના ખાનના બાળકો

ફહારના ખાનના બાળકો

ફરાહ ખાને તેના બાળકોનો ફોટો શેર કર્યો અને લખ્યુ, ભાઈઓ અને બહેનો.. હું હવે વૃદ્ધ થઈ ગઈ છુ, જ્યાં મારે તેમને એકબીજાને ગળે લગાવવા માટે પૈસા ચૂકવવા પડશે.

અનન્યા પાંડે

અનન્યા પાંડે

અનન્યા પાંડેએ તેના ભાઈ સાથેનો આ સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં ચંકી પાંડેના બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને રક્ષાબંધન પર તેની બહેનના ચરણ સ્પર્શ કરતો ફોટો શેર કર્યો હતો.

વિક્રાંત

વિક્રાંત

વિક્રાંતે તેની બહેન પાસે રાખડી બંધાવી ફોટો શેર કરતા લખ્યુ કે, બધાને રક્ષાબંધનની શુભેચ્છા. પ્રેમના આ બંધનને ભવ્યતાથી ઉજવો.

વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવને પોતાની બહેન સાથેનો રક્ષાબંધનની ઉજવણીનો ફોટો શેર કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X