પ્રિવ્યૂ : ફુલ ઑન કૉમેડી છે ફટા પોસ્ટર નિકલા હીરો
મુંબઈ, 19 સપ્ટેમ્બર : રાજકુમાર સંતોષીની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં શાહિદ કપૂર તથા ઇલિયાના ડીક્રૂઝ મુખ્ય ભૂમિકામાં છે. ફટા પોસ્ટર નિકલા હીરો એક ફુલ ઑન કૉમેડી ફિલ્મ છે કે જેમાં શાહિદ કપૂર એક એસ્પાઇરિંગ એક્ટરનો રોલ કરી રહ્યાં છે તથા ફિલ્મમાં ભૂલમાં તેમને પોલીસ સમજી લેવાય છે. તે પછી જ તમામ મુશ્કેલીઓ શરૂ થાય છે. ઇલિયાનાએ પણ શાહિદ સાથે સોશિયલ વર્કરનો રોલ કર્યો છે.
ઇલિયાનાએ એક ઇંટરવ્યૂમાં જણાવ્યુ હતું કે તેમને શાહિદ કપૂર સાથે કામ કરતા મજા પડી, કારણ કે શાહિદ કપૂર એક એંટરટેનેનિંગ એક્ટર છે અને તેમણે ફિલ્મમા બહેતરીન કામ કર્યું છે. ઉપરાંત ફટા પોસ્ટર નિકલા હીરોમાં પોતાના પાત્ર અંગે શાહિદે જણાવ્યું કે આ ફિલ્મ દરમિયાન સંતોષીજીએ શાહિદના ઘણા ફિટ પેચો ઢીલા કરી નાંખ્યાં. શાહિદે જણાવ્યું કે આ ફિલ્મ એક ફુલ ઑન કૉમેડી ફિલ્મ છે અને સાથે જ તમામ મસાલાઓ પણ ફિલ્મમાં નાંખવામાં આવ્યાં છે. શાહિદે જણાવ્યું કે ફિલ્મમાં કૉમેડી માત્ર વલ્ગર કૉમેડી નથી.
ઇલિયાના અંગે વાત કરતાં શાહિદે કહ્યું કે ઇલિયાના ખૂબ જ સારા બેલી ડાન્સર છે. જ્યારે અમે સાથે કામ શરૂ કર્યું, ત્યારે સૌપ્રતમ વસ્તુ મેં ઇલિયાના જોઈ, તો હતી તેમનું બેલી ડાન્સિંગ. ત્યારથી મને લાગ્યું કે ઇલિયાના સાથે કામ કરવામાં અને ડાન્સ સિક્વંસ કરતા ઘણી મજા પડશે. ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મની વાર્તામાં ટ્વિસ્ટ તથા ટર્ન્સ છે. સાથે જ ફિલ્મમાં તે તમામ મસાલા ઉમેરાયાં છે કે જે કોઈ પણ ફિલ્મને હિટ કરવા માટે જરૂરી હોય છે. સરવાળે ફટા પોસ્ટર નિકલા હીરો આ મહીનાની એક સારી પારિવારિક મનોરંજક ફિલ્મ સાબિત થઈ શકે છે.

એસ્પાયરિંગ એક્ટર
ફટા પોસ્ટર નિકલા હીરોમાં શાહિદ એક એસ્પાયરિંગની ભૂમિકામાં છે. તેમના પાત્રનું નામ વિશ્વાસ રાવ છે કે જેઓ બહુ મોટા એક્ટર બનવાનું સ્વપ્ન સેવે છે.

અને બની ગયો પોલીસ
વિશ્વાસ રાવ એક પોલીસવાળાનો રોલ કરતો હતો અને તેને લોકો અસલી પોલીસ સમજી લે છે. પછી તેની સાથે અનેક બનાવો બને છે. પોલીસ સમજી અનેક વાર ગુંડાઓ વિશ્વાસ રાવને મુશ્કેલીમાં મૂકે છે.

કૉમેડી વિશ્વાસ રાવની
વિશ્વાસ રાવને જ્યારે લોકો પોલીસ સમજી લે છે, તો તે પછી વિશ્વાસના પાત્રમાં પ્રાણ ફુંકાય છે. તેની સાથે એટલા કૉમેડી અને વિચિત્ર ઇંસીડંટ્સ થાય છે કે લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. આ જ ઇંસીડંટ્સમાં તમામ મજા છે.

નથી જોઇતું ચહેરા પર નિશાન
વિશ્વાસ રાવ એક એક્ટર બનવા માંગે છે. તેથી તે ગુંડાઓ સાથે લડતા કહે છે કે કોઈ પણ તેના ચહેરા ઉપર નહીં મારે, કારણ કે તે નિશાન નથી ઇચ્છતો. નિશાનના કારણે તેને કોઈ હીરો નહીં બનાવે.

ઇલિયાના કંપ્લેન કાજોલ
ઇલિયાનાના પાત્રનું નામ છે કાજોલ. કાજોલ એક સોશિયલ વર્કર છે અને તે કાયમ પોલીસ સ્ટેશનમાં જઈ ગુંડાઓ તથા રાજકારણીઓ વિશે કમ્પ્લેન લખાવતી રહે છે. તેથી તેનું નામ કમ્પ્લેન કાજોલ પડી જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
