Pics : શું પોસ્ટર ફાડીને સાચે જ નિકળશે હીરો?
મુંબઈ, 16 જુલાઈ : લાંબા વખત બાદ શાહિદ કપૂરની ફિલ્મ આવી રહી છે ફટા પોસ્ટર નિકલા હીરો કે જેના કારણે તેઓ પુનઃ એક વાર ચર્ચામાં છે. શાહિદના કૅરિયર માટે આ ફિલ્મની સફળતા ખૂબ જ મહત્વની છે. લાંબા વખતથી એક હિટ ફિલ્મ માટે તલસતા શાહિદ સાથે આ ફિલ્મમાં બર્ફી ફૅમ અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝ લીડ રોલમાં છે.
તાજેતરમાં જ ફટા પોસ્ટર નિકલા હીરો એટલે કે પીપીએનએચ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થયો છે કે જે ખૂબ જ રોમાંચક છે. ફિલ્મના પોસ્ટરમાં શાહિદ કપૂર એક પોસ્ટરને ફાડી બહાર નિકળતાં દેખાય છે. ફિલ્મમાં શાહિદ કપૂર એક પોલીસ ઑફિસરની ભૂમિકામાં છે. શાહિદ કપૂર પોતે કહે છે કે ફિલ્મ તમામ મસાલાઓથી ભરપૂર છે.
રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફટા પોસ્ટર નિકલા હીરો આગામી 20મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે કે જે એક એક્શન કૉમેડી છે. રાજકુમાર સંતોષીએ અગાઉ અજબ પ્રેમ કી ગઝબ કહાની જેવી હિટ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ પાસેથી દર્શકોને ઘણી આશાઓ છે. ફિલ્મમાં શાહિદ કપૂર એક્શન પણ કરશે, રોમાંસ અને મસ્તી પણ. ઇલિયાના માટે પણ આ મહત્વની ફિલ્મ છે, કારણ કે તેમની પ્રથમ ફિલ્મ બર્ફી હતી અને તેમાં રણબીર કપૂર તથા પ્રિયંકા ચોપરા જેવા કલાકારો હતાં, જ્યારે પીપીએનએચ ઇલિયાનાની બીજી બૉલીવુડ અને પ્રથમ સોલો ફિલ્મ છે.

શાહિદ-ઇલિયાના
ફટા પોસ્ટર નિકલા હીરોમાં શાહિદ-ઇલિયાના પ્રથણ વાર સાથે કામ કરી રહ્યાં છે. દિગ્દર્શક રાજકુમાર સંતોષી છે.

શાહિદ પોલીસ ઇંસ્પેક્ટર
સલમાન ખાન અને અજય દેવગણથી પ્રભાવિત શાહિદ પીપીએનએચમાં પોલીસ ઇંસ્પેક્ટરની ભૂમિકામાં છે. શાહિદે ઘણી આશાઓ રાખી છે આ ફિલ્મથી.

ઇલિયાના ખુશ
ઇલિયાનાએ જણાવ્યું કે શાહિદ સાથે કામ કરી તેઓ બહુ ખુશ છે. શૂટિંગ શાનદાર રીતે સમ્પન્ન થયું છે. તેમને આશા છે કે દર્શકોને આ ફિલ્મ ગમશે.

એક્શન-કૉમેડી
રાજકુમાર સંતોષી આ ફિલ્મ દ્વારા દર્શકો સમક્ષ એક્શન-કૉમેડી-રોમાંસ લઈને આવી રહ્યાં છે. તેઓ અગાઉ અંદાઝ અપના અપના તથા અજબ પ્રેમ કી ગઝબ કહાની જેવી હાસ્ય ફિલ્મો આપી ચુક્યાં છે.

સપ્ટેમ્બરમાં રિલીઝ
ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મ 20મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે કે જેનો શાહિદને આતુરતાપૂર્વક ઇંતેજાર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
