લગ્નના 24 કલાક બાદ જ એક ‘મોટી મુશ્કેલી' માં ફસાયા નવદંપત્તિ પ્રિયંકા-નિક
લગ્નમાં જબરદસ્ત આતશબાજી માટે પ્રિયંકા ચોપડાને સોશિયલ મીડિયા પર યુઝર્સે ઘણી ટ્રોલ પણ કરી. હાલમાં આ મામલો ચાલી જ રહ્યો હતો કે પ્રિયંકા અને નિક બીજી મુસીબતમાં ફસાતા જોવા મળી રહ્યા છે.
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાના બોયફ્રેન્ડ નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં 1 અને 2 ડિસેમ્બરે શાહી અંદાજમાં તેમના લગ્ન સંપન્ન થયા. જો કે લગ્નમાં જબરદસ્ત આતશબાજી માટે પ્રિયંકા ચોપડાને સોશિયલ મીડિયા પર યુઝર્સે ઘણી ટ્રોલ પણ કરી. હાલમાં આ મામલો ચાલી જ રહ્યો હતો કે પ્રિયંકા અને નિક બીજી મુસીબતમાં ફસાતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં જાનવરોની દેખરેખ કરતા સંગઠન પેટા (PETA) એ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નમાં જાનવરો (હાથી અને ઘોડા) ના ઉપયોગનો આરોપ લગાવ્યો છે. PETAએ આ મુદ્દે પ્રિયંકા અને નિક જોનસને સંબોધિત કરીને સોમવારે એક ટ્વિટ પણ કર્યુ છે.

PETA INDIAએ લગ્નમાં જાનવરોના ઉપયોગ પર ઉઠાવ્યા સવાલ
PETA INDIAએ પોતાના ટ્વીટમાં કહ્યુ, ‘પ્રિય પ્રિયંકા ચોપડા અને નિક જોનસ, લગ્ન સમારંભમાં હાથીને ચેનથી બાંધીને અને ઘોડાને ચાબુકથી નિયંત્રિત કરવામાં આવે છે હવે તો સામાન્ય લોકો પણ લગ્નમાં ઘોડા અને હાથીના ઉપયોગથી બચી રહ્યા છે. તમને લગ્નની શુભકામનાઓ પરંતુ અમને ખેદ છે કે આ જાનવરો માટે તમારા લગ્નનો દિવસ ખૂબ જ દુઃખદાયી રહ્યો હશે.' તમને જણાવી દઈએ કે પ્રિયંકા-નિકના લગ્ન પારંપરિક હિંદુ રીતિ રિવાજથી થયા બાદ PETA INDIAએ પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટથી આ ટ્વિટ કર્યુ.
|
પેટાની આ પોસ્ટમાં એક વીડિયો પણ કર્યો શેર
પશુઓ સાથે નૈતિક વ્યવહારમાં પક્ષ કરતા લોકો (People for the Ethical Treatment of Animals) એટલે કે પેટાની આ પોસ્ટમાં એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેનુ ટાઈટલ રાખવામાં આવ્યુ છે, ‘બેંડ બાજા બ્રુટેલિટી'. PETA Indiaની આ પોસ્ટને સોશિયલ મીડિયા પર ઘણુ સમર્થન મળી રહ્યુ છે. આ સંદર્ભમાં PETA Indiaના સીઈઓ મણિલાલ વલિયાતે કહ્યુ, પ્રિયંકાએ લગ્નમાં ફટાકડા ફોડવાની પણ કોઈ સૂચના આપી નહોતી જેનાથી લગ્નમાં ઉપયોગમાં લેવાયેલ જાનવરો પર ઘણી ખરાબ અસર પડી.

સમગ્ર મામલે PETA Indiaના સીઈઓએ શું કહ્યુ
PETA Indiaના સીઈઓ મણિલાલ વલિયાતે કહ્યુ કે કોઈ જાનવર પર અત્યાચાર કરીને કોઈ પણ ગ્લેમ્ર મેળવી નથી શકાતુ. તેમણે એ વાતની ખુશી વ્યક્ત કરી કે ઘણા સેલિબ્રિટી જાનવરોની સુરક્ષા માટે પગલાં લઈ રહ્યા છે તેમજ જાનવરોની સુરક્ષા માટે ઘણા ભાવુક પણ હોય છે. તમને જણાવી દઈએ કે સોમવારે પ્રિયંકા-નિકના લગ્ન બાદ પહેલી ઝલક જોવા મળી હતી. જોધપુર એરપોર્ટથી રવાના થતા સમયે તેમના ફોટા અને વીડિયો સામે આવ્યા. આ દરમિયાન આ નવદંપત્તિ ઘણા ખુશ જોવા મળ્યા.

લગ્ન બાદ પ્રિયંકા-નિકની પહેલી ઝલક આવી સામે
જોધપુર એરપોર્ટ સામે આવેલા ફોટામાં પ્રિયંકા ચોપડા લીલી સાડીમાં જોવા મળી. તેણે પાથીમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને હાથોમાં ચૂડો પહેરી રાખ્યો હતો. આ દરમિયાન નિક પણ ખૂબ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા. પ્રિયંકાનો હાથ પકડી તે બધાની સામે આવ્યા અને પ્રિયંકાને લગ્ન માટે થેંક્યુ પણ કહ્યુ. ત્યારબાદ આ નવદંપત્તિએ ત્યાં હાજર લોકો અને મીડિયાકર્મીઓને પોતાના અંદાજમાં અભિવાદન કર્યુ. પ્રિયંકાએ જેવુ નમસ્તે કર્યુ તો નિકે પણ બધાના અભિવાદન માટે નમસ્તે કર્યુ.

પ્રિયંકાની પાંથીમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને હાથોમાં ચૂડો
બોલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકેલી પ્રિયંકા ચોપડા અને નિક જોનસ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. 1 અને 2 ડિસેમ્બર જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં તેમના લગ્ન શાહી રીતે સંપન્ન થયા. પ્રિયંકા-નિકે ઈસાઈ અને હિંદુ રીત રિવાજથી એકદમ શાહી રીતે લગ્ન કર્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
