TAPM: અનુપમ ખેરની દમદાર એક્ટિંગ, ફેન્સ બોલ્યા- મનમોહન સિંહ દમદાર હીરો
અનુપમની જબરી એક્ટિંગ, ફેન્સ બોલ્યા- મનમોહન સિંહ દમદાર હીરો
સૌથી વધુ ચર્ચિત પોલિટિકલ ફિલ્મ ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં મનમોહન સિંહના પ્રધાનમંત્રી કાર્યાલયને દર્શાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. કોંગ્રેસને ડર હતો કે ફિલ્મમાં તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી હોય પણ ફિલ્મ રિલીઝ થયા બાદ લાગી રહ્યું છે કે દર્શકોને ફિલ્મ જ નહિ બલકે મનમોહન સિંહ પણ પસંદ આવવા લાગ્યા છે. તો અહીં જાણો શું કહે છે ફિલ્મ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર.

અનુપમની જબરી એક્ટિંગ
પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના રાજનૈતિક કરિયર પર બનેલ ફિલ્મ ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં અનુપમ ખેરે મનમોહન સિંહનો રોલ નિભાવ્યો છે. ફિલ્મમાં અક્ષય ખન્ના, અહાના કુમાર, સુજૈન બર્નર્ટ, અર્જુન માથુર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન વિજય ગુટ્ટેએ કર્યું છે.

લોકોને ફિલ્મ પસંદ આવી
ફિલ્મને લઈ સોશિયલ મીડિયા પર જબરો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફેન્સને અનુપમ ખેરની એક્ટિંગ ખુબ પસંદ આવી રહી છે. એક યૂઝરે તો લખ્યું કે થોડા સમય માટે તો હું ભૂલી જ ગયો હતો કે અનુપમ ખેર છે મનમોહન સિંહ નહિ. અનુપમ ખેરે જબરદસ્ત પરફોર્મન્સ કર્યું છે. જ્યારે અન્ય એક યૂઝરે લાખ્યું કે દરેક ભારતીયએ આ ફિલ્મ જોવી જોઈએ. અનુપમ ખેરે સુપર એક્ટિંગ કરી છે. ફિલ્મમાં કેટલાય વિલન છે પરંતુ આ મૂવીના મનમોહન સિંહ હિરો બની જશે.

કોંગ્રેસને હતો ડર
જણાવી દઈએ કે ફિલ્મ મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલ સંજય બારૂના પુસ્તક પર આધારિત છે. અક્ષય ખન્ના ફિલ્મમાં બારૂનો રોલ નિભાવી રહ્યા છે. દેશભરના કેટલાય નેતાઓએ અનુપમ ખેરની ફિલ્મનો વિરોધ કર્યો છે. તેમનો આરોપ છે કે ધી એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની છબીને ખરાબ કરવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
