પાયલ રોહતગીએ કહ્યુ - સુશાંતની હત્યા થઈ છે, આ વ્યક્તિ પર ઉઠાવ્યા સવાલ
કંગના બાદ હવે અભિનેત્રી પાયલ રોહતગીએ પણ કહ્યુ છે કે સુશાંતનુ મોત આત્મહત્યા નહિ પરંતુ હત્યા છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી આ સવાલ દરેક જણ શોધી રહ્યુ છે. પોલિસ આ કેસની તપાસ કરી રહી છે. આ અંગે ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી છે. બૉલિવુડની અમુક જાણીતી હસ્તીઓ પર આરોપ લાગી રહ્યા છે કે તેમણે સુશાંત સિંહ રાજપૂતને આઉટસાઈડર કહીને સાઈડલાઈન કરી દીધા. આ કારણે સુશાંત ડિપ્રેશનમાં હતા અને આ કારણે તેમણે આત્મહત્યા કરી લીધી. ફિલ્મ અભિનેત્રી કંગના રનોતે તો આને પ્લાન્ડ મર્ડર ગણાવી દીધુ છે. કંગના બાદ હવે અભિનેત્રી પાયલ રોહતગીએ પણ કહ્યુ છે કે સુશાંતનુ મોત આત્મહત્યા નહિ પરંતુ હત્યા છે.

પાયલે કહ્યુ - સુશાંતનુ થયુ મર્ડર
પાયલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે જેટલુ પણ હું સુશાંત સિંહ રાજપૂતના નિધન વિશે વાંચુ છુ, એટલુ મને ગુસ્સો આવે છે...સુશાંત સિંહ રાજપૂતનુ ખૂન કરવામાં આવ્યુ છે. આ સુસાઈડ નથી પરંતુ મર્ડર છે. સાથે જ પોતાના વીડિયોમાં પાયલે સુશાંતના સાઈકિયાટ્રીસ્ટ કલસી ચાવલા પર પણ સવાલ ઉઠાવ્યા છે.
પાયલે સાઈકિયાટ્રીસ્ટ પર ઉઠાવ્યા સવાલ
પાયલે કહ્યુ છે કે, હું આ સાઈકિયાટ્રીસ્ટ કલસી ચાવલાને જાણે છે, હું પણ મારા એક ફ્રે્ડના કહેવા પર તેમને મળી હતી, ઈન્ટરનેટ પર સાઈકિયાટ્રીસ્ટનો રિપોર્ટ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે સુશાંત બાયપોલર ડિસઑર્ડરનો શિકાર હતા પરંતુ તે સાઈકિયાટ્રીસ્ટ પાસે જે પણ ડિપ્રેશન સાથે જતા તે એનો ઈલાજ બાયપોલર ડિસઑર્ડરનો જ કરે છે, હું ખુદ પણ તેમની પાસે ગઈ હતી અને તેમની દવાઓથી લોકો વધુ ડિપ્રેશ થઈ જાય છે. મને લાગે છે કે આ એક ષડયંત્ર છે કે સુશાંત સિંહ રાજપૂતના નિધનને આત્મહત્યા ગણાવવાની, આ એક હત્યા હોઈ શકે છે. સુશાંત દુપટ્ટાના સહારે કેવી રીતે આત્મહત્યા કરી શકે છે. પાયલે ગળુ દબાવી દીધુ હોવાની શંકા વ્યક્ત કરી છે.

સુશાંતની આત્મહત્યાથી ઉઠ્યા ઘણા સવાલ
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભૂકંપ આવી ગયો છે. સુશાંતના મોત બાદ બૉલિવુડમાં અંદરના-બહારના, જૂથબાજી અને નેપોટિઝમ જેવી વાતો પર ચર્ચા એક વાર ફરીથી શરૂ થઈ ગઈ છે. મીડિયામાં પણ સુશાંતના મોત અને તેની સાથે જોડાયેલ સમાચારોને મુખ્યરીતે બતાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા, ફેન્સ અને ઘણા રાજકીય નેતાઓની માંગ બાદ હવે મુંબઈ પોલિસ સુશાંતના કેસમાં પ્રોફેશનલ રાઈવલરીના એંગલની તપાસ કરી રહી છે કે ક્યાંક કોઈ વ્યક્તિ કે સમૂહે જાણીજોઈને તો સુશાંતને એટલો હેરાન નથી કર્યો કે તેણે આત્મહત્યા કરવી પડી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
