600 કરોડથી એક કદમ દુર છે પઠાણ, જાણો અત્યારસુધીનું કલેક્શન
શાહરૂખ ખાન અને દીપિકા સ્ટારર પઠાણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે ફિલ્મ બહુ જલ્દી 600 કરોડની કમાણીનો આંકડો પાર કરવા જઈ રહી છે.
મુંબઈ : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર પઠાણ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધણાલ મચાવી રહી છે. પઠાણ એક પછી એક મોટા રેકોર્ડ તોડી રહી છે અને ધમાકેદાર કમાણી કરી રહી છે. ભારતમાં ફિલ્મ 300 કરોડનો આંકડો પાર કરી ગઈ છે ત્યારે હવે દુનિયામાંથી ફિલ્મને લઈને ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે.

પહેલા 6 દિવસમાં જ ફિલ્મએ બોક્સ ઓફિસ પર રૂપિયાનો વરસાદ કર્યો છે અને 300 કરોડનો આંકડો પાર કરી ગઈ છે ત્યારે હવે દુનિયામાં પણ ફિલ્મને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. સૌથી જલ્દી 200 કરોડ પાર કરનારી ફિલ્મ બન્યા બાદ હવે ફિલ્મ વર્લ્ડ વાઈલ્ડ 60 કરોડનો આંકડો પર કરવા જઈ રહી છે.
ટ્રેડ એનાલિસ્ટનોનું અનુસાર,શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણે ભારતને બાદ કરતા વર્લ્ડ વાઈલ્ડ 224.6 કરોડની કમાણી કરી લીધી છે. આ સિવાય પઠાણે ભારતમાં 366.4 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આમ બન્ને આંકડા મળીને ફિલ્મએ વર્લ્ડ વાઈલ્ડ 591 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, પઠાણ ફિલ્મને યશરાજ ફિલ્મ્સે 150 કરોડ રૂપિયાના બજેટમાં બનાવી છે. હવે જે આંકડા સામે આવી રહ્યા છે તેને જોતા બહુ થોડા સમયમાં હજાર કરોડનો આંકડો પાર કરી લેશે તેમાં કોઈ નવાઈ નથી. પઠાણ પહેલી હિન્દી ફિલ્મ છે, જે વિશ્વભરમાં 100થી વધુ દેશોમાં 8000 સ્ક્રીન પર એક સાથે રિલીઝ થઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
