Pathaan : એડવાન્સ બુકિંગમાં રેકોર્ડ તોડી રહી છે શાહરૂખની પઠાણ, અધધ આટલી ટિકિટ વેચાઈ
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ એડવાન્સ બુકિંગમાં નવો રેકોર્ડ સર્જી રહી છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ 4 લાખથી વધુ ટિકિટો વેચી છે.
મુંબઈ : શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. ફિલ્મ સિનેમાઘરોમાં આવે તે પહેલા જ એડવાન્સ બુકિંગમાં નવા રેકોર્ડ બનાવી રહી છે. એક તરફ વિવાદ અને રિલીઝ ન થવા દેવાની ધમકી મળી રહી છે ત્યારે આ ફિલ્મ એડવાન્સ બુકિંગમાં ધમાલ કરતી જોવા મળી રહી છે. અત્યારસુધીમાં પઠાણ ઈન્ડિયામાં સૌથી વધુ એડવાન્સ ટિકિટ વેચનારી ફિલ્મ બની ગઈ છે.

પઠાણનું ધમાકેદાર એડવાન્સ બુકિંગ
છેલ્લા એક અઠવાડિયાથી ફિલ્મનું એડવાન્સ ચાલી રહ્યું છે અને શરૂઆતથી જ જોરદાર રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. દીપિકાની બિકીનીને લઈને વિવાદે ચડેલી ફિલ્મ આવનારા સમયમાં બોક્સ ઓફિસ પર ધમાલ કરવા જઈ રહી છે. બુકિંગના આંકડા આ વાતને વધારે પાક્કી કરે છે.

વિવાદો વચ્ચે જોરદાર રિસ્પોન્સ
પઠાણ એડવાન્સ બુકિંગમાં એક પછી એક મોટી ફિલ્મોને પાછળ છોડી રહી છે ત્યારે એડવાન્સ બુકિંગમાં જ લગભલ 4.19 લાખ ટિકિટ વેચાઈ છે. આ ફિલ્મથી શાહરૂખ લાંબા સમય બાદ ફિલ્મી પડદે જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ છે. હજુ આજે સાંજ સુધી એડવાન્સ બુકિંગ ચાલશે અને કાલે ફિલ્મ સિનેમાઘરોમાં આવશે.

પહેલા દિવસે જોરદાર કમાણી કરી શકે
એડવાન્સ બુકિંગ સાથે સાથે ફિલ્મની પહેલા દિવસની કણાણીને લઈને પણ નિષ્ણાતો પોતાના મત રાખી રહ્યા છે. નિષ્ણાતોનું માનીએ તો પઠાણ પહેલા દિવસે જ 40 કરોડથી વધુની કમાણી કરી શકે છે. આગળ ફિલ્મ કેવુ પ્રદર્શન કરે છે તે તો સિનેમાઘરોમાં આવ્યા બાદ જ ખબર પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
