Parineeti-Raghav: પરિણીતિ-રાઘવની વેડિંગ રિસેપ્શન પાર્ટી ફાઈનલ, આ જગ્યા થઈ ફિક્સ
Parineeti-Raghav Wedding Reception: બૉલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા અને આપ નેતા રાઘવ ચઢ્ઢા હાલમાં ખૂબ ચર્ચામાં છે. 13 મેના રોજ, બંનેએ સગાઈ કરી અને તેમના સંબંધોને સત્તાવાર કરી દીધા. થોડા દિવસ અગાઉ જ બંને અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં જોવા મળ્યા હતા. હવે ફેન્સ આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રિપોર્ટ મુજબ પરિણીતી-રાઘવ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગમે ત્યારે સાત ફેરા લઈ શકે છે. જો કે હજુ સુધી તારીખને લઈને કોઈ માહિતી સામે આવી નથી. આ દરમિયાન પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

છેલ્લા ઘણા દિવસોથી રાઘવ-પરિણીતી લગ્ન સ્થળની શોધમાં હતા. પહેલા સમાચાર આવી રહ્યા હતા કે બંને ત્રણ અલગ-અલગ જગ્યાએ લગ્નની રિસેપ્શન પાર્ટી આપવાના છે. પરંતુ હવે જો રિપોર્ટસનુ માનીએ તો કપલ માત્ર એક જ રિસેપ્શનનું આયોજન કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે રાઘવ-પરિણીતીનું રિસેપ્શન ધ લીલા એમ્બિયન્સ હોટેલ ગુરુગ્રામમાં યોજવામાં આવી શકે છે.
હાલમાં જ બંનેના માતા-પિતા ફૂડ ટેસ્ટીંગ માટે હોટલ પહોંચ્યા હતા. હવે કારણ કે તે જ દિવસે લગ્નનું રિસેપ્શન હશે, માનવામાં આવી રહ્યુ છે કે તે ખૂબ જ ભવ્ય હશે. કારણ કે એક તરફ રાજકીય પક્ષના તમામ નેતાઓને આ પાર્ટીમાં સામેલ કરવામાં આવશે. વળી, બૉલિવુડની હસ્તીઓ પણ કપલને અભિનંદન આપવા આવશે. આ સ્થિતિમાં રાઘવ-પરિણીતિ આ સ્પેશિયલમાં કોઈ કસર છોડશે નહીં. હવે જોવાનું એ રહેશે કે આખરે આ કપલ ક્યારે ફેન્સને લગ્નના ખુશખબર આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
