વીણા મલિકે છાનામાના લગ્ન કરી લીધાં : જુઓ તસવીરો
નવી દિલ્હી, 26 ડિસેમ્બર : પાકિસ્તાની હૉટ અભિનેત્રી વીણા મલિકે બુધવારે દુબઈમાં ઉદ્યોગપતિ અસદ બશીર ખાન ખત્તક સાથે છાનામાના લગ્ન કરી લીધાં છે. વીણાના નિકાહ અંગે કોઈને જાણ નહોતી. વાત ત્યારે સામે આવી કે જ્યારે પાકિસ્તાની ન્યુઝ ચૅનલ જિયો ન્યુઝે આ સમાચારની પુષ્ટિ કરી.
જિયો ન્યુઝે વીણાના હવાલાથી જણાવ્યું - આજે મારી ખુશીનો પારાવાર નથી. મને લાગે છે કે હું હાલ દુનિયાની સૌથી ખુશનસીબ છોકરી છું. વીણા મલિકે આ લગ્ન પોતાના કુટુમ્બની મરજી પ્રમાણે કર્યાં છે. વીણાએ ચૅનલ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે નસીબ પોતાના તાણાવાણા પોતે રચે છે. આજે અહીં હોવું અમારા ભાગ્યમાં હતું. વીણા મલિકે પોતાના નિકાહની કોઈ પણ જાતની વિગત નહીં આપી અને જણાવ્યું કે તેઓ ટુંકમાં જ આ અંગે આખી માહિતી આપશે. જિયો ન્યુઝના જણાવ્યા મુજબ વીણા મલિકના શૌહર અસદ બશીરનો બિઝનેસ દુબઈની સાથે-સાથે અમેરિકામાં પણ છે.
નોંધનીય છે કે કલર્સ પર પ્રસારિત થતા રિયલિટી શો બિગ બૉસની સીઝન 4માં આવ્યા બાદ વીણા મલિક ચર્ચામાં છવાઈ ગયા હતાં. તેમનું નામ શોના જ એક સ્પર્ધક અશ્મિત પટેલ સાથે જોડવામાં આવ્યુ હતું. બંને વચ્ચે વધેલી નિકટતાઓની ચર્ચાઓ મીડિયામાં બહુ ચાલી હતી, પણ પછી બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયુ હતું. વીણા મલિક પોતાના બોલ્ડ અને સેક્સી અંદાજ માટે જાણીતા છે.
વીણા મલિક બૉલીવુડમાં પણ સક્રિય છે અને આ વર્ષે તેમની બે ફિલ્મો સુપર મૉડેલ તેમજ ઝિંદગી 50 50 રિલીઝ થઈ હતી. તેમાંથી સુપર મૉડેલમાં તો તેમના પૂર્વ પ્રેમી અશ્મિત પટેલ પણ હતાં. જોકે આ બંને ફિલ્મોથી વીણાને કોઈ ખાસ ફાયદો ન થયો. તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં હાથ અજમાવી રહ્યાં છે.
ચાલો આપને બતાવીએ વીણા મલિકના લગ્નની તસવીરો :

છાનામાના પરણી ગયાં વીણા
વીણા મલિકે દુબઈમાં ગત બુધવારે ચુપચાપ અસદ બશીર ખાન ખત્તક સાથે લગ્ન કરી લીધાં.

બિઝનેસમૅન છે અસદ
વીણાએ પોતાના પતિ તરીકે જેમની પસંદગી કરી છે, તે અસદ બશીર ખાન ખત્તક બિઝનેસમૅન છે અને તેમનો કારોબાર દુબઈ ઉપરાંત અમેરિકામાં પણ ફેલાયેલું છે.

બિગ બૉસથી ચર્ચિત
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક ભારતમાં બિગ બૉસ 4માં આવ્યા બાદ ચર્ચામાં આવ્યા હતાં.

અશ્મિત સાથે નિકટતા
બિગ બૉસ 4માં વીણા અને અશ્મિત પટેલની નિકટતાઓ એટલી વધી ગઈ હતી કે બંને અંગે ખૂબ ચર્ચાઓ ચાલી હતી, પરંતુ પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.

બૉલીવુડમાં ફ્લૉપ
વીણા મલિકે બૉલીવુડમાં બે ફિલ્મો કરી છે. તેમાં સુપર મૉડેલ અને ઝિંદગી 50 50નો સમાવેશ થાય છે. બંને ફિલ્મો ફ્લૉપ રહી છે. ઉપરાંત તેઓ દક્ષિણના સિનેમામાં પણ સક્રિય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
