FirstLook: પહેલા નોરતે રાણી 'પદ્માવતી'ની પહેલી ઝલક!
'પદ્માવતી' ફિલ્મનો દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક જાહેર થઇ ગયો છે. દીપિકાના 2 પોસ્ટર્સ સામે આવ્યા છે, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ એનાઉન્સ થઇ ગઇ છે.
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' મેકિંગ દરમિયાન સતત ચર્ચામાં રહી છે; સેટ પર થયેલ હુમલો, દીપિકા પાદુકોણ -રણવીરના બ્રેકઅપ-પેચઅપની ખબરો, શાહિદ કપૂર અને રણવીર સિંહની ફી વગેરે મુદ્દાઓ પર અવાર-નવાર ખબરો મળી છે. આ દરમિયાન ફિલ્મ પોસ્ટપોન થઇ હોવાની પણ ઘણી ખબરો આવી, પરંતુ ફિલ્મમેકર્સનું કહેવું હતું કે ફિલ્મ નિશ્ચિત સમયે જ રિલીઝ થશે અને તેમના વાયદા મુજબ ફિલ્મનું પહેલું પોસ્ટર અને દીપિકાનો પહેલો લૂક રિલીઝ થઇ ગયો છે.

પદ્માવતી
'પદ્માવતી'ના પહેલા પોસ્ટરમાં લાલ રંગના રોયલ આઉટફિટ અને હેવી જ્વેલરીમાં દીપિકા અત્યંત સુંદર લાગી રહી છે. રાણી પદ્માવતી તરીકેનો દીપિકાનો આ લૂક જોઇ ફેન્સ ચોક્કસ ક્રેઝી થઇ ગયા હશે.

બે પોસ્ટર થયા રિલીઝ
આ ફિલ્મના એકસાથે બે પોસ્ટર રિલીઝ થયા છે. બીજા પોસ્ટરમાં દીપિકા પાદુકોણનો ક્લોઝઅપ જોવા મળે છે, જેમાં ખાસ કરીને દીપિકાની યુનિબ્રો(આઇબ્રો) પર લોકોનું ધ્યાન જઇ રહ્યું છે. સુંદર અને ગરિમાપૂર્ણ રાણી પદ્માવતીના પાત્રમાં દીપિકા પાદુકોણ ખૂબ સરસ અને સહજ લાગે છે, એ વાતમાં શંકાને સ્થાન નથી.

વાયરલ તસવીર
આ બે પોસ્ટર સાથે જ તનિષ્ક દ્વારા દીપિકાનો બીજો એક લૂક પણ જાહેર કરવામાં આવ્યો છે. તનિષ્ક આ ફિલ્મ સાથે એક્સકક્લૂઝિવ જ્વેલરી પાર્ટનર તરીકે જોડાયું છે અને તેમના ઓફિશિયલ પેજ પર દીપિકાની આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે. આ તસવીરમાં પણ દીપિકા મન મોહી લે એટલી સુંદર દેખાય છે.

રણવીર અને શાહિદ
દીપિકાના ફર્સ્ટ લૂક બાદ હવે ફેન્સ રણવીર સિંહ અને શાહિદ કપૂરના ફર્સ્ટ લૂક જોવા માટે આતુર છે. રણવીર સિંહ અને શાહિદ બંને આ ફિલ્મ માટે લૂકથી માંડીને વોર સિન્સ સુધી તમામ પાસાઓ પર ખૂબ મહેનત કરી રહ્યાં છે.

અદિતિ રાવ હૈદરી
ઘણા ઓછાને ખબર હશે કે, આ ફિલ્મમાં શાહિદ, રણવીર અને દીપિકા ઉપરાંત અદિતિ અને જિમ સાર્ભ પણ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળનાર છે. 'પદ્માવતી' ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ કહેવાઇ રહી છે. સૂત્રો અનુસાર આ ફિલ્મનું બજેટ છે, 190 કરોડ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
