Oscar 2025 : ક્યાં અને ક્યારે યોજાશે આ વર્ષનો ઓસ્કાર સમારોહ? અહીં તમે લાઈવ જોઈ શકશો
Oscar 2025 : વિશ્વના સૌથી મોટા ફિલ્મ પુરસ્કાર ઓસ્કર એવોર્ડને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 97માં ઓસ્કર એવોર્ડ સેરેમની માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઉત્સાહ છે.
આ વર્ષે લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગને કારણે હોલીવુડ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચ્યું છે. આમ છત્તા આગામી 2 માર્ચ 2025ના રોજ 97માં ઓસ્કર એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે.

એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાઇન્સે ઓસ્કર 2025 માટે 323 ફીચર ફિલ્મોની જાહેરાત કરી છે. 97માં ઓસ્કર એવોર્ડની સેરેમની લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાશે.
આ વર્ષે પ્રથમ વખત કૉમેડિયન કોનન ઓ'બ્રાયન હોસ્ટ તરીકે નજર આવશે. અવોર્ડ પ્રેઝેન્ટર્સનું લિસ્ટ સામે આવ્યુ છે. પ્રથમ લિસ્ટમાં જોએલ્વિન, સ્ટર્લિંગ કે બ્રાઉન, વિલેમ ડેફો, એના ડે આર્માસ, લિલી-રોઝ ડેપ, સેલેના ગોમેજ, ગોલ્ડી હોન, કોની નીલ્સન, બેન સ્ટિલર અને ઓપરા વિન્ફ્રે સામેલ છે.
બીજા લિસ્ટમાં હેલી બેરી, પેનેલોપ ક્રૂઝ, એલ ફેનિંગ, વૂપી ગોલ્ડબર્ગ, સ્કારલેટ જોહાન્સન, જૉન લિથગો, એમી પોહલર, જૂન સ્ક્વિબ અને બોવેન યાંગ જેવા મોટા નામ છે.
ભારતમાં ઓસ્કર 2025 3 માર્ચ 2025 સવારે 5:30 વાગ્યે JioCinema અને Disney+ Hotstar પર લાઈવ જોઈ શકાશે. સ્ટાર મૂવિઝ અને સ્ટાર મૂવિઝ સિલેક્ટ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. જો તમે લાઈવ ઈવેન્ટ ચૂકી જશો તો રાતે 8:30 વાગ્યે પુનઃપ્રસારણ કરાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
