કમલ@59 : અભિનયમાં કમાલ, પણ ન ચાલી આ ફિલ્મો!
ચેન્નઈ, 7 નવેમ્બર : સાઉથના સુપરસ્ટાર કમલ હસન આજે 59 વર્ષના થઈ ગયાં. એમ તો કમલ હસન કોઈ પરિચયના મહોતાજ નથી, કારણ કે તેમણે પોતાના ફિલ્મી કૅરિયર દરમિયાન એક સે બઢ કર એક ફિલ્મો આપી છે, પરંતુ આ દરમિયાન તેમના બહેતરીન અભિનયથી પરિપૂર્ણ કેટલીક એવી ફિલ્મો પણ આવી કે જેની લોકોએ ખાસ નોંધ ન લીધી.
જ્યાં સુધી બૉલીવુડનો સવાલ છે, તો હિન્દી સિને જગતમાં કમલ હસનને અનેક શાનદાર ફિલ્મો માટે યાદ કરાય છે. તેમાં સદમાથી માંડી ચાચી 420, હે રામ, અપ્પૂ રાજા અને વિશ્વરૂપ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. કમલે બૉલીવુડ કૅરિયર દરમિયાન સનમ તેરી કસમ જેવી શાનદાર ફિલ્મ પણ આપી હતી, પરંતુ તેઓ સાઉથમાં તો તેઓ રજનીકાંત બાદ લગભગ બીજા ક્રમે આવે છે.
કમલ હસને સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક શાનદાર ફિલ્મો આપી છે, પરંતુ તેમાંની કેટલીક ફિલ્મો એવી રહી કે જેની ખાસ નોંધ ન લેવાઈ એટલે કે આ ફિલ્મો ચાલી નહીં. આજે અમે આપનો પરિચય એવી જ કેટલીક ફિલ્મો સાથે કરાવીશું :

અવલ અપ્પાદિથન
તામિળ સિનેમાની એક બહેતરીન ફિલ્મ કે જે બૉક્સ ઑફિસે ભલે સફળ ન રહી, પણ પોતાના વખતની પ્રગતિશીલ તેમજ અગ્રણી ફિલ્મોમાં હતી. કમલે તેમાં એક ડૉક્યુમેંટરી મેકરનો રોલ કર્યો હતો.

અનબે સિવમ
સામ્યવાદ તથા મૂડીવાદની દલીલો વચ્ચે જિંદગીના સાચા મહત્વ પર પ્રકાશ પાડતી આ ફિલ્મ કદાચ એટલા માટે ન ચાલી શકી, કારણ કે દર્શકોએ તેને નાસ્તિકતાને ટેકો આપનાર ફિલ્મ સમજ્યાં. કમલે તેમાં એક સામ્યવાદી નાસ્તિક વ્યક્તિની ભૂમિકા ભજવી હતી.

રાજા પરવઈ
કોઈ અભિનેતા એક આંધળાનો રોલ કરવાનો જોખમ કદાચ જ લેવા માંગશે, પણ કમલે આ રોમાંટિક ફિલ્મમાં એક આંધળા વાયોલિન વાદકના પાત્રને જીવંત કરી પોતાની જાતને ફિલ્મ જગતમાં અપવાદ સાબિત કરી.

વીરૂમાંડી
ગામના એક હસમુખ તથા ભોળા યુવાનના રોલમાં કમલે આ ફિલ્મમાં કમાલની અદાકારી બતાવી હતી.

હે રામ
લેખક-દિગ્દર્શક-અભિનેતા તરીકે કમલની આ ફિલ્મ ઘણી વિવાદાસ્પદ તથા બૉક્સ ઑફિસે નિષ્ફળ રહી હતી, પણ હિંસા વડે હક હાસલ કરવાની ધારણાનો બહિષ્કાર કરનાર સાકેત રામ તરીકે કમલની શ્રેષ્ઠ અદાકારી દર્શકો અવગણી ગયાં.

ગુના
આ એક પ્રણય-કથા હતી કે જેમાં કમલે એક શીઝોફ્રેનિયાના દર્દીની ભૂમિકા ભજવી હતી.

વરુમયિન નીરમ સીવાપ્પુ
આ ફિલ્મ તામિળ સિનેમાના ઇતિહાસમાં પોતાના પ્રકારની અનોખી ફિલ્મ હતી કે જેમાં એંસીના દાયકામાં ભારતમાં બેરોજગારીની સમસ્યા દર્શાવાઈ હતી. કમલે આ ફિલ્મમાં બેકારીની મારથી પીડાતા યુવાનની ભૂમિકા ભજવી હતી.

મહાનદી
કમલના કૅરિયરની ત્રાસદ ફિલ્મોમાંની એક ફિલ્મ હતી મહાનદી. પોતાના ખોવાયેલા બાળકોને શોધવા માટે શહેરમાં ભટકતા એક પરેશાન પિતાની સંવેદનશીલ ભૂમિકા કમલની બહેતરીન ભૂમિકાઓમાંની એક છે.

સ્વાતિ મુથાયમ
એક મંદબુદ્ધિ માણસની ભૂમિકામાં કમલે ફરી એક વાર પોતાની જાતને બહેતરીન અભિનેતા સાબિત કર્યાં. આ ફિલ્મ ઑટિઝ્મથી પીડાતા એક વ્યક્તિના દૃષ્ટિકોણથી દુનિયાની સામાજિક-આર્થિક પરમ્પરાઓને સમજવાનો પ્રયત્ન હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
