OMG!!! હૅપ્પી ન્યુ ઈયર માટે શાહરુખે બતાવ્યા 8 Pack Abs!
મુંબઈ, 8 સપ્ટેમ્બર : શાહરુખ ખાન પોતાની આગામી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરને સફળ બનાવવા માટે તમામ મર્યાદાઓ ઓળંગી રહ્યા છે. આપણે ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં શાહરુખ ખાન દ્વારા દર્દ એ ડિસ્કો... ગીતમાં કરવામાં આવેલ સિક્સ પૅક ઍબ્સ પ્રદર્શન ભૂલ્યા નથી, ત્યારે શાહરુખ હવે એટ પૅક ઍબ્સ લઈને આવી રહ્યા છે.
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મનો નવો લુક રિલીઝ થયો છે કે જેમાં શાહરુખ ખાન પોતાના 8 ઍબ્સનું પ્રદર્શન કરી રહ્યા છે. શાહરુખે પોતાનો આ નવો લુક ટ્વિટર પર પણ મૂક્યો છે. શાહરુખ ખાને ફિલ્મમાં ઘણા સ્ટંટ્સ કર્યા છે અને તેના માટે તેમણે ટ્રેનિંગ પણ લીધી છે.
નોંધનીય છે કે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ આ દીવાળીએ 24મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફરાહ ખાન દિગ્દર્શિત ફિલ્મમાં દીપિકા પાદુકોણે, અભિષેક બચ્ચન, બોમન ઈરાની, સોનૂ સૂદ, જૅકી શ્રૉફ અને વિવાન શાહ પણ છે.
ચાલો તસવીરોમાં બતાવીએ શાહરુખનો નવો લુક :

8 પૅક ઍબ્સ
શાહરુખ ખાન પોતાની આગામી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરને સફળ બનાવવા માટે તમામ પ્રકારની તરકીબો અજમાવી રહ્યા છે. ફિલ્મના નવા લુકમાં શાહરુખ 8 પૅક ઍબ્સનું પ્રદર્શન કરશે.

ભારે દબાણ
શાહરુખ ખાન ઉપર હૅપ્પી ન્યુ ઈયરને સફળ બનાવવા ભારે દબાણ છે, કારણ કે તેમની સામે કિક જેવી ફિલ્મોનો રેકૉર્ડ તોડવાનો પડકાર છે.

દર્દ એ ડિસ્કો...
શાહરુખ ખાને છેલ્લે ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં દર્દ એ ડિસ્કો... ગીત દરમિયાન પોતાના 6 પૅક ઍબ્સ બતાવ્યા હતાં.

હૅપ્પી ન્યુ ઈયર
ઓમ શાંતિ ઓમ બાદ શાહરુખ ફરી એક વાર દીપિકા સાથે ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યા છે. અગાઉની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ સુપરહિટ રહી હતી.

ફરાહ ખાન દિગ્દર્શક
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના દિગ્દર્શક ફરાહ ખાન છે. શાહરુખ-ફરાહની જોડી સુપરહિટ જોડી ગણાય છે.

દીવાળીએ રિલીઝ
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ આ વર્ષે દીવાળી પ્રસંગે 24મી ઑક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.

આ પણ વાંચો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
