Pics : પૂજા ભટ્ટની ફિલ્મ બૅડ સાચે જ બૅડ છે?
મુંબઈ, 24 જુલાઈ : પૂજા ભટ્ટની ફિલ્મ હોય અને વિવાદ ન થાય, તે કેમ બની શકે? પૂજા ભટ્ટનું કામ જ એવું હોય છે કે અનિચ્છાએ પણ તેમની ફિલ્મ અંગે હોબાળો મચી જાય છે. મૅડમ પૂજા હાલ લેક સિટી ઉદયપુરમાં છે કે જ્યાં તેઓ પોતાની આવનાર ફિલ્મ બૅડનું શૂટિંગ કરી રહ્યાં છે.
જેમ કે સૌને ખબર છે કે ગત રવિવારે કલેક્ટર ઑફિસ સંકુલમાં શૂટિંગ મુદ્દે પોલીસ સુપ્રિંટેંડેંટ તેમજ ફિલ્મની ટીમ વચ્ચે ઝગડો થયો હતો, પરંતુ પછીથી મામલો શાંત કરી દેવામાં આવ્યો, પણ એનએસયૂઆઈના વિદ્યાર્થીઓએ સોમવારે ફિલ્મનું શૂટિંગ પુનઃ અટકાવ્યું. જોકે ફિલ્મના નિર્માતાએ પોલીસની મદદ માંગી, પણ એનએસયૂઆઈ કાર્યકરો પોલીસ સાથે પણ બાઝી પડ્યાં અને શૂટિંગ થંભાવી દેવાઈ. જોકે આ અંગે હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
દરમિયાન પૂજા ભટ્ટ આ મુદ્દાને વધુ ચગાવવા નથી માંગતાં. તેથી તેમણે ફરિયાદ નોંધાવી નથી. બૅડ ફિલ્મ ચાર્લ્સ શોભરાજની રીયલ સ્ટોરી પર આધારિત છે કે જેનું શૂટિંગ ઉદયપુર ખાતે થઈ રહ્યું છે. ફિલ્મમાં રણદીપ હુડા લીડ રોલમાં છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

એનએસયૂઆઈનો હંગામો
સોમવારે બૅડ ફિલ્મનું શૂટિંગ રોકવા માટે એનએસયૂઆઈના વિદ્યાર્થીઓ ભારે હોબાળો મચાવ્યો. તેમના કારણે શૂટિંગ ત્રણ-ચાર કલાક બાધિત રહ્યું.

એસપી સાથે પંગો
અગાઉ પૂજા ભટ્ટે એસપી હરિપ્રસાદ શર્મા સામે ગાળ દેવાનો આરોપ લગાવ્યો હતો. પૂજાનું કહેવું છે કે કલેક્ટર ઑફિસ સંકુલમાં શૂટિંગની પરવાનગી લેવામાં આવી હતી. છતાં એસપીએ શૂટિંગ રોક્યું.

ખોટું બોલે છે પૂજા
બીજી બાજુ એસપીનું કહેવુ હતું કે હું તો પોતાની ઑફિસે જતો હતો, પરંતુ શૂટિંગ વાળા તેમને રોકતા હતાં. તેથી મેં થોડો સખત વ્યવહાર કર્યો. મેં કોઈને ગાળ નથી આપી.

રણદીપ સામે કેસ
શૂટિંગ વખતે હીરો રણદીપ હુડા સામે કેસ નોંધાયો છે, કારણ કે કલેક ્ટર ઑફિસ સંકુલના નો સ્મૉકિંગ ઝોનમાં તેઓ બિંદાસ્ત રીતે સિગરેટ પીતા મળ્યા હતાં.

ચાર્લ્સ શોભરાજની વાર્તા
બૅડ ફિલ્મ ચાર્લ્સ શોભરાજની રીયલ સ્ટોરી છે કે જેનું શૂટિંગ ઉદયપુર ખાતે થઈ રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
