‘કેક ખવડાવનાર-કૅંડલ પેઠવનાર છોડી ગયાં’
મુંબઈ, 20 નવેમ્બર : બૉલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર આજકાલ ખૂબ દુઃખી છે. કારણ છે બૉલીવુડના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના, રુસ્તમ-એ-હિન્દ દારા સિંહ, કિંગ ઑફ રોમાંસ યશ ચોપરા તેમજ મહારાષ્ટ્રના વાઘ બાલા સાહેબ ઠાકરેનું અવસાન. આ જ કારણ છે કે દિલીપ કુમાર આ વખતે પોતાનો જન્મ દિવસ નહિં ઉજવે.

આ માહિતી દિલીપ કુમારે પોતે ટ્વિટર પર જ આપી છે. દિલીપ કુમારે લખ્યું છે કે તેઓ અને તેમનાં પત્ની સાયરા આ વખતે ખૂબ આઘાતમાં છે. બંને આ આઘાતમાંથી બહાર નથી આવી શકતાં. તેથી તેઓ પોતાનો જન્મ દિવસ નહિં ઉજવે. દિલીપ કુમારે ઠાકરેના નિધન અંગે લખ્યું છે કે ઠાકરે સાહેબ એક વાઘ નહિં, એક બબ્બર શેર હતાં.
દિલીપ કુમાર લખે છે - રાજેશ ખન્નાએ ગત જન્મ દિવસે મારી સાથે કેક ખાધી હતી, તો યશ ચોપરાએ મારા માટે કૅંડલ પેઠવી હતી અને દારા સિંહે મને ગળે લગાડી મુબારકબાદી આપી હતી. આ સૌને આ વખતે હું ખૂબ મિસ કરીશ. તેથી હું પોતાનો જન્મ દિવસ નહિં ઉજવું.
આપને જણાવી દઇએ કે દિલીપ કુમારે ગત વર્ષે જ પોતાના જન્મ દિવસે ટ્વિટર ઍકાઉંટ ખોલ્યુ હતું. ટ્વિટર ઍકાઉંટ ખોલતાં દિલીપ સાહેબને સૌપ્રથમ અભિનંદન સદીના મહાનાયક અમિતાભ બચ્ચન તરફથી મળ્યા હતાં.
અમિતાભ બચ્ચને જ લોકોને વિનંતી કરી હતી કે તેઓ દિલીપ કુમાર સાથે ટ્વિટર ઉપર જોડાય અને જોત-જોતામાં જ દિલીપ કુમાર સાથે લગભગ 63 હજાર લોકો જોડાઈ ગયા હતાં. આ અંગે દિલીપ સાહેબે કહ્યુ હતું કે લોકો આ વૃદ્ધ સાથે એટલો પ્રેમ કરે છે, તેઓ નહોતા જાણતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
