નવ અજાણ્યા શખ્સો પહોંચ્યા નશાના સેટ પર
મુંબઈ, 21 નવેમ્બર : કિંગફિશર મૉડેલ પૂનમ પાન્ડે હાલ મહાબળેશ્વર ખાતે પોતાની આગામી એડલ્ટ ફિલ્મ નશાનું શુટિંગ કરી રહી છે. પોતાના સેક્સી તેમડ બોલ્ડ ટ્વિટ વડે લોકોના દિલમાં ઉત્સુકતા પેદા કરનાર પૂનમ માટે તે વખતે મુશ્કેલી ઊભી થઈ ગઈ કે જ્યારે ફિલ્મના સેટ પર નવ અજાણ્યા લોકો પૂનમ સાથે હાથ મેળવવા પહોંચી ગયાં. શુટિંગ કરતા પૂનમે અનુભવ્યું કે કેટલાંક અજાણ્યા લોકો તેને પાંપણ ફફડાવ્યા વગર વિચિત્ર નજરે જોઈ રહ્યાં છે.

પૂનમને પહેલાં તો લાગ્યું કે તે અજાણ્યા લોકો ક્રૂ મેમ્બર્સ છે, પરંતુ પછી તેમને શંકા ગઈ. તે નવ જણા પૂનમ પાસે આવ્યાં અને પરાણે હાથ મેળવવાના પ્રયત્ન કરવા લાગ્યાં ત્યારે પૂનમની શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ. તેણે તરત પોલીસને જાણ કરી. થોડીક જ વારમાં પોલીસ પહોંચી ગઈ.
પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે અજાણ્યા લોકો પૂનમના ફૅન્સ છે અને પૂનમને મળવા સેટ ઉપર પહોંચ્યા હતાં. ખેર, પૂનમ પાન્ડેને એ વાતની ખુશી તો થતી જ હશે કે લોકો હવે તેને મળવા માટે આ હદે જવા પણ તૈયાર છે.
આ અગાઉ વર્ષ 2011માં મુંબઈમાં એક જાહેર ગણપતિ મહોત્સવમાં જ્યારે પૂનમ પાન્ડે સ્કર્ટ પહેરી પહોંચી હતી, તો ત્યાં પણ લોકો પૂનમ સાથે હાથ મેળવવા તલપાપડ બન્યા હતાં. તે વખતે પણ લોકોને રોકવું પોલીસ માટે મુશ્કેલ થઈ ગયુ હતું. પોલીસે પૂનમને બીજી વાર સાડી પહેરી આવવા જણાવ્યુ હતું. તેથી આ વર્ષે પૂનમ સાડી પહેરી ગણપતિ મહોત્સવમાં પહોંચી હતી.
પૂનમ પાન્ડેની આ પ્રથમ ફિલ્મ નશાનું દિગ્દર્શન અમિત સક્સેના કરી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
