VIDEO: પ્રિયંકા-નિકના લગ્નની તૈયારીઓ શરૂ, મુંબઈના ઘરને દુલ્હનની જેમ સજાવાયુ
‘દેસી ગર્લ' પ્રિયંકા ચોપડાના લગ્નમાં હવે થોડા જ દિવસો બચ્યા છે. મુંબઈમાં પ્રિયંકાના ઘરને લગ્ન માટે સજાવવામાં આવ્યુ છે.
'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડાના લગ્નમાં હવે થોડા જ દિવસો બચ્યા છે. પ્રિયંકા અને તેના ફિયાન્સ નિક જોનસ જોધપુરના ઉમેદ ભવનમાં ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. લગ્ન માટે નિક જોનસ ભારત પણ આવી ચૂક્યા છે. બંને તરફ લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મુંબઈમાં પ્રિયંકાના ઘરને પણ લગ્ન માટે સજાવવામાં આવ્યુ છે. તેમની બિલ્ડિંગને સુંદર લાઈટોથી સજાવવામાં આવ્યુ છે જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે.

બે રસમોથી લગ્ન કરશે પ્રિયંકા અને નિક
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં પ્રિયંકાના ઘરને સુંદર લાઈટોથી સજાવેલુ જોઈ શકાય છે. બંને હાલમાં મુંબઈમાં છે અને ત્યાંથી જોધપુર લગ્ન માટે નીકળશે. પ્રિયંકા અને નિકના લગ્નના કાર્યક્રમ 28 નવેમ્બરથી શરૂ થઈ જશે. બંને 2 અને 3 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ જશે. 2 ડિસેમ્બરે પંજાબી રીતિ રિવાજથી લગ્ન થશે. વળી, 3 ડિસેમ્બરે ક્રિશ્ચિયન રીતિ રીવાજથી બંને લગ્ન કરશે. કહેવાઈ રહ્યુ છે કે હિંદુ લગ્ન માટે પ્રિયંકા અબુ જાની-સંદીપ ખોસલાની ડિઝાઈન કરેલો ડ્રેસ પહેરશે અને ક્રિશ્ચિયન લગ્ન માટે તેમણે રાફ લૉરેનને પસંદ કર્યા છે.
લગ્ન બાદ મુંબઈ અને દિલ્હીમાં થશે રિસેપ્શન
જોધપુરમાં લગ્ન બાદ પ્રિયંકા ચોપડા બે રિસેપ્શન આપશે. આમાંથી એક રિસેપ્શન મુંબઈમાં તેમના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દોસ્તો માટે હશે. વળી, બીજુ રિસેપ્શન દિલ્લીમાં રાખવામાં આવશે. બંનેના રિલેશનશીપની વાત કરીએ તો તેમના અફેરના સમાચારો ગયા વર્ષે આવવા શરૂ થઈ ગયા હતા જ્યારે બંને સાથે મેટ ગાલામાં આવ્યા હતા. પ્રિયંકાએ આના પર સ્પષ્ટતા આપતા કહ્યુ હતુ કે બંને બસ એકબીજાને સારી રીતે જાણે છે અને એમ જ બંને સાથે મેટ ગાલામાં આવી ગયા પરંતુ ફરીથી આ વર્ષે મેમાં આ સંબંધ પર મહોર લાગી ગઈ.
|
ઓગસ્ટમાં મુંબઈમાં થઈ હતી બંનેની રોકા સેરેમની
નિકે પ્રિયંકાના જન્મદિવસ પર તેમને પ્રપોઝ કર્યુ અને બંનેએ ત્યારે જ સગાઈ કરી લીધી. બંનેએ 18 ઓગસ્ટે મુંબઈમાં રોકા સેરેમની કરીને પોતાના સંબંધને પબ્લિક કર્યો હતો. મુંબઈ સ્થિત પ્રિયંકાના ઘરે પંજાબી રીતિ રીવાજથી રોકાની સેરેમની થઈ હતી. જેમાં શામેલ થવા નિકના માતાપિતા પણ ભારત આવ્યા હતા. રોકા સેરેમનીમાં માત્ર બંનેના પરિવાર અને નજીકના સંબંધીઓ જ શામેલ થયા હતા. તે જ સાંજે પ્રિયંકાએ પોતાના ફિલ્મી દોસ્તો માટે એક નાની પાર્ટી પણ રાખી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
