પ્રિયંકાના લગ્નમાં શામેલ થવા અનંતની ‘દોસ્ત' સાથે જોધપુર પહોંચ્યો અંબાણી પરિવાર
દેસી ગર્લના લગ્ન માટે જોધપુરમાં સ્ટાર્સનો જમાવડો લાગી રહ્યો છે. 30 નવેમ્બરે સંગીતનો કાર્યક્રમ હતો જેમાં શામેલ થવા માટે આખો અંબાણી પરિવાર પહોંચ્યો.
દેસી ગર્લના લગ્ન માટે જોધપુરમાં સ્ટાર્સનો જમાવડો લાગી રહ્યો છે. પ્રિયંકા ચોપડા પોતાના ફિયાન્સ નિક જોનસ સાથે જોધપુરના ઉમેદ ભવનમાં લગ્ન કરવા જઈ રહી છે. શુક્રવારે તેમના લગ્નની રસમો શરૂ થઈ. 30 નવેમ્બરે સંગીતનો કાર્યક્રમ હતો જેમાં શામેલ થવા માટે આખો અંબાણી પરિવાર પહોંચ્યો. બંનેના સંબંધીઓ અને નજીકના દોસ્તો પહેલા જ પહોંચી ચૂક્યા છે.

સીધા તૈયાર થઈને જોધપુર પહોંચ્યા
અંબાણી પરિવાર પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નમાં શામેલ થવા માટે સ્ટાર્સ જોધપુર પહોંચી રહ્યા છે. બોલિવુડ-હોલિવુડના સ્ટાર્સ ઉપરાંત શુક્રવારે અંબાણી પરિવાર પણ જોધપુર પહોંચ્યો. પ્રિયંકાના સંગીત માટે મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણી, દીકરી ઈશા અને પુત્ર અનંત સાથે જોધપુર એરપોર્ટ પર જોવા મળ્યા. અંબાણી પરિવાર સાથે અનંતની કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી.

પ્રિયંકાની ઘણી નજીકની દોસ્ત છે ઈશા અંબાણી
પરિવારના ફોટા જોઈને એવુ લાગી રહ્યુ હતુ કે તેઓ સીધા તૈયાર થઈને વેન્યુ પર પહોંચ્યા છે. ઈશા અંબાણી પ્રિયંકા ચોપડાની નજીકની દોસ્ત માનવામાં આવે છે. સપ્ટેમ્બરમાં ઈટલીના લેક કોમોમાં થયેલી ઈશાની સગાઈમાં પ્રિયંકા નિક સાથે પહોંચી હતી. વળી, નેધરલેન્ડ્સના એમ્સટરડેમમાં પ્રિયંકાની બેચલર પાર્ટીમાં પણ ઈશા જોવા મળી હતી.

લગ્નમાં શામેલ થશે આ સેલિબ્રિટીઝ, નહિ આવે મેઘન માર્કલ
પ્રિયંકા-નિકના લગ્ન માટે એક એક કરીને સ્ટાર્સ જોધપુર પહોંચી રહ્યા છે. અંબાણી પરિવાર ઉપરાંત યુટ્યુબર અને એક્ટ્રેસ લિલી સિંહ (સુપરવુમન), ઈન્ટરનેશનલ સિંગર માનસી સ્કોટ, સલમાન ખાનની બહેન અર્પિતા, મેકઅપ આર્ટીસ્ટ મિકી કોન્ટ્રાક્ટર, ફેશન ડિઝાઈનર સવ્યસાચી અને એક્ટર મુસ્તાક શેખ પહેલા જ જોધપુર પહોંચી ચૂક્યા છે. વળી, પ્રિયંકાની નજીકની દોસ્ત ડ્વેન જોનસન (ધ રૉક) અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ જલ્દી ત્યાં પહોંચશે. કહેવામાં આવી રહ્યુ છે કે ડચેશ ઓફ સુજેક્સ મેઘન માર્કલ પોતાની પ્રેગનન્સીના કારણે લગ્નમાં શામેલ થઈ શકશે નહિ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
