પ્રિયંકા ચોપડા સાથે લગ્ન કરીને નિક જોનસને હવે થઈ રહ્યો છે પસ્તાવો? દેસી ગર્લ વિશે કહી દીધી આવી વાત
Nick Jonas Priyanka Chopra: ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ તેના કરતા 10 વર્ષ નાના નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન બૉલિવુડના સૌથી મોંઘા લગ્નોમાંના એક હતા. આ દંપત્તિએ માત્ર હિંદુ જ નહીં પરંતુ ક્રિશ્ચિયન રીતિ-રિવાજો અનુસાર પણ લગ્ન કર્યા હતા.
નિક જોનસ અને પ્રિયંકા ચોપડાના લગ્નને છ વર્ષ થઈ ગયા છે. બંનેને માલતી નામની પુત્રી પણ છે. અભિનેત્રી દરરોજ તેની પુત્રી સાથે ફોટા શેર કરતી રહે છે. આ દરમિયાન નિક જોનસે પ્રિયંકા સાથેના તેના લગ્ન વિશે કંઈક એવું કહ્યું જે સાંભળીને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

વાસ્તવમાં, હાલમાં જ નિક જોનસનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે કેટલાક સવાલોના જવાબ આપવાના હતા. આમાં તે જૂઠું બોલી શકતો નહોતો કારણ કે મશીનથી ખબર પડી જાય કે તે સાચું બોલી રહ્યો છે કે જૂઠું. આ દરમિયાન નિકને પૂછવામાં આવ્યું હતું કે લગ્નની વિધિઓ દરમિયાન તેને ક્યારેય એવુ ના લાગ્યુ કે બસ હવે, બહુ નહિ.
આ સવાલનો જવાબ આપતી વખતે નિક જોનસ હસીને કહે છે, 'હા, મેં લગ્ન પૂર્ણ કરી લીધા હતા પરંતુ આજે જ્યારે પણ હું લગ્નના બિલને જોઉં છું ત્યારે મને પસ્તાવો થાય છે. નિકનું કહેવું છે કે લગ્ન કરવા માટે તેણે ઘણા પૈસા ખર્ચી દીધા હતા, તેની કોઈ ખાસ જરૂર નહોતી.
અહેવાલો અનુસાર, નિક જોનસ અને પ્રિયંકા ચોપડાના લગ્નમાં 3.5 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વેલ, હવે તેનો આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સે ફની કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે, 'ઘરે જઈને પ્રિયંકાથી માર પડશે'. એકે લખ્યું, 'આ જોક સારો હતો.' એકે લખ્યું, 'હવે જોઈએ પ્રિયંકા આના પર કેવી પ્રતિક્રિયા આપે છે.'
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા અને નિક જોનસની પહેલી મુલાકાત મેટ ગાલા દરમિયાન થઈ હતી. આ પછી બંનેની મિત્રતા થઈ અને પછી તે ગાઢ થઈ અને પછી પ્રેમમાં પરિણમી. આ પછી બંનેએ વર્ષ 2018માં લગ્ન કરી લીધા. આ પછી, વર્ષ 2022માં, દંપત્તિને સરોગસી દ્વારા એક પુત્રી માલતીનો જન્મ થયો. રોજેરોજ દેશી ગર્લ સોશિયલ મીડિયા પર તેની લાડલી સાથેના ફોટા શેર કરતી રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
